December 19, 2024

અમદાવાદ પોલીસે દારૂની મહેફિલમાં પાડી રેડ, 5 બોટલ સાથે 9 નબીરાઓની ધરપકડ

મિહિર સોની, અમદાવાદઃ શહેરમાં ફરી એક વખત પોશ વિસ્તારમાં દારૂની મહેફિલ માળતા નબીરાઓ ઝડપાયા છે. વસ્ત્રાપુર પોલીસે દારુની 5 બોટલ સાથે 9 નબીરાની ધરપકડ કરી છે. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ દારુડીયાઓને જામીન આપી દીધા છે. દીકરીનાં જન્મદિવસની પાર્ટી માટે દારુની મહેફિલ યોજાઈ હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના વસ્ત્રાપુર પાસે આવેલા ગોયલ ઈન્ટરસિટીના સી-બ્લોકમાં 43 નંબરના ફ્લેટમાં ગત મોડી રાતે વસ્ત્રાપુર પોલીસે રેડ કરી નબીરાઓની દારુ પાર્ટી ઝડપી પાડી છે. પોલીસે 5 બોટલ દારુ સાથે 9 નબીરાઓની ધરપકડ કરી છે. જેમાં મકાન માલિક અભિષેક લોઢા, આશિષ શાહ, આગમ શાહ, મૌલિક બંસલ, નિશાંત દેસાઈ, પ્રિયમ પટેલ, કવિત અગ્રવાલ, રાજ વસા, આદિત્ય ગોયનકાની ધરપકડ કરી છે. જો કે, નબીરાઓ પાસેથી પોલીસે દારુની સાથે 12 મોબાઈલ સહિત કુલ 2.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પકડાયેલા તમામ નબીરાઓ અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે, અભિષેક લોઢાની દીકરીનાં જન્મદિવસની પાર્ટી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અભિષેકે તમામ મિત્રોને મકાનમાં પાર્ટી કરવા ભેગા કર્યા હતા. પાર્ટી શરૂ કરતાં જ પોલીસે રંગમાં ભંગ પાડી તમામ નબીરાઓને દારૂ પિતા પકડ્યા હતા. તમામ નબીરાઓનું પોલીસે મેડિકલ ચેક અપ કરાવ્યું છે. ત્યારે દારૂ ક્યાંથી મગાવ્યો છે જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

પકડાયેલા નબીરાઓનાં નામ

1. અભિષેક લોઢા, રહે. વસ્ત્રાપુર ઇન્ટર સિટી, (દારૂની પાર્ટી આયોજન કરનાર), ધંધો – પ્લાસ્ટિકનું મેન્યુફેક્ચરિંગ
2. આશિલ શાહ, રહે. વિજા નીલગીરી બંગ્લોઝ, સેટેલાઈટ, ધંધો – જાહેરાત એડવટાઇઝ
3. આગમ શાહ, રહે. એકરાવ સોસાયટી, થલતેજ, ધંધો – પ્લાસ્ટિક પેકિંગ ફેક્ટરી
4. મૌલિક બંસલ, રહે. વસંતકૂજ સોસાયટી પાલડી, ઘંઘો – સ્ટીલની મિલ
5. નિશાત દેસાઈ, રહે. વ્રજ ગોપી વિલા બંગ્લોઝ, શીલજ, ઘંઘો – કન્સલ્ટન્સી
6. પ્રિય પટેલ, રહે. દિવ્ય જ્યોતિ બંગલો નવરંગપુરા, ઘંઘો – ટેક્સટાઇલ પ્રિન્ટિંગ
7. કવિત અગ્રવાલ, રહે. સત્યમ ક્રિસ્ટલ બંગલો, સિંધુ ભવન, ઘંઘો – કાપડ ટ્રેડિંગ
8. રાજ વસા, રહે. વસુધરા સોસાયટી, ગુજરાત યુનિવર્સિટી રોડ, ઘંઘો – વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
9. આદિત્ય ગોયનકા, રહે. શિવમ ક્લાસી સોસાયટી, વસ્ત્રાપુર, ધંધો -કન્સ્ટ્રક્શનનો વ્યવસાય