September 23, 2024

વિરાટ પાસે આ રેકોર્ડ બનાવવાની તક

Virat Kohli India vs Bangladesh: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાવાની છે. ટીમ ઈન્ડિયાએ પહેલી મેચમાં જીત પ્રાપ્ત કરીને લીડ મેળવી છે. હવે આગામી મેચ માટે ટીમ ઈન્ડિયા ફૂલ ફોર્મમાં જોવા મળી રહી છે. વિરાટે પહેલી મેચમાં કંઈ ખાસ રન બનાવી શક્યો ના હતો. પરંતુ હવે તે ચોક્કસપણે બીજી મેચમાં રન બનાવવા માટે ધ્યેય રાખશે. જો તે વધારે રન બનાવવામાં સફળ થશે તો તે એક મોટી તક સુધી પહોંચી જશે.

કોહલી પાસે તક
વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધીમાં 26 હજારથી વધુ રન બનાવી નાંખ્યા છે. તે હવે 27 હજાર રન પૂરા કરવાથી થોડો જ દૂર છે. વિશ્વભરમાંથી માત્ર ત્રણ બેટ્સમેન એવા છે જેણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પહેલા સ્થાન પર સચિન તેંડુલકર અને , શ્રીલંકાના કુમાર સંગાકારા બીજા અને રિકી પોન્ટિંગ ત્રીજા સ્થાન પર છે. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં વિરાટ કોહલી વધુ 35 રન બનાવશે તો તે 27 હજારના આંકડાને સ્પર્શી જશે.

આ પણ વાંચો: વિરાટે અશ્વિન સામે માથું કેમ નમાવ્યું?

ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કોહલીના આ રેકોર્ડ
વિરાટ કોહલીએ અત્યાર સુધી 534 મેચની 593 ઇનિંગ્સમાં 26,965 રન બનાવ્યા છે. કોહલીએ 114 ટેસ્ટમાં 8,871 રન બનાવ્યા છે. ODIમાં તેણે અત્યાર સુધી 295 મેચ રમી છે અને 13,906 રન બનાવ્યા છે. T20 ઈન્ટરનેશનલમાં કોહલીની વાત કરવામાં આવે તો તેણે 125 મેચ રમીને 4188 રન બનાવ્યા છે. જોકે વિરાટે હાલ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.