September 25, 2024

સુરતમાં માધવબાગ બ્રિજ નીચે હત્યાનો પ્રયાસ, બે આરોપીઓની ધરપકડ

સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે પોલીસે બે રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. રાજસ્થાનમાં હત્યાના ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપીઓ માથે રૂપિયા 10 હજારનું ઇનામ રાખવામાં આવ્યું હતું.

આરોપીઓએ 20 સપ્ટેમ્બરે કાપોદ્રા માધવબાગ બ્રિજ નીચે સૂતેલા યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. બ્રિજ નીચે સૂતેલા યુવકે પૈસા ન આપતા આરોપીઓએ તેના પર હુમલો કર્યો હતો. કટર વડે યુવકના ગળાના ભાગે ઘા ઝીંક્યા હતા અને હત્યા કરવાનો પ્રયાસ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં રમેશ રામદયાલ કશ્યપ અને પ્રકાશ રામદયાલ કશ્યપની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ફરાર બંને આરોપીઓને પોલીસે ગણતરીના સમયમાં જ પકડી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.