News 360
December 30, 2024
Breaking News

અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, મુંબઈની હોસ્પિટલમાં દાખલ

Mumbai: બોલિવૂડ અભિનેતા ગોવિંદાના પગમાં ગોળી વાગી છે. ગોવિંદા પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે. જો અહેવાલો અનુસાર આ ઘટના સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. ગોવિંદા સવારે ક્યાંક જવા માટે નીકળી રહ્યા હતા. ત્યારે આ અકસ્માત થયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો ત્યારે તે મિસફાયર થઈ ગઈ. હવે અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હાલ અભિનેતાની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી. બીજી તરફ આ સમાચાર આવતા જ અભિનેતાના ચાહકો પણ ચિંતાતુર બની ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ગોવિંદા સાથે આ દુર્ઘટના તેની લાયસન્સવાળી રિવોલ્વરના કારણે થઈ હતી. કહેવાય છે કે અભિનેતા પોતાની બંદૂક સાફ કરી રહ્યો હતો. આ દરમિયાન અકસ્માતે એક ગોળી નીકળી હતી જે સીધી તેના પગમાં વાગી હતી. જેના કારણે અભિનેતા ઘાયલ થયો હતો. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ સમાચાર સામે આવતા જ અભિનેતાના ચાહકો પણ તેની તબિયતને લઈને ચિંતિત થઈ ગયા હતા. ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે કે ગોવિંદા જલદીથી સાજા થઈ જાય.

લોકસભા ચૂંટણી પહેલા શિવસેનામાં જોડાયા
આ વર્ષે માર્ચમાં લોકસભા ચૂંટણી પહેલા ગોવિંદા મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ શિવસેનામાં જોડાયા છે કારણ કે તે એક સ્વચ્છ પાર્ટી છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ પણ કર્યા હતા અને થોડા મહિના પહેલા વડા પ્રધાનને મળ્યા હતા. તેમણે પીએમ મોદી સાથેની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેતાએ લખ્યું હતું કે, ‘મુંબઈમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મળવું સન્માનની વાત હતી.’

આ પણ વાંચો: મહિનાની શરૂઆતમાં ઝટકો, LPG ગેસ સિલિન્ડર થયો મોંઘો; જાણો દિલ્હીથી મુંબઈના ભાવ