October 1, 2024

જયસ્વાલે સેહવાગના આ મહાન રેકોર્ડની બરાબરી કરી નાંખી

Yashasvi Jaiswal: કાનપુર ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ઓપનર યશસ્વી જયસ્વાલનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જયસ્વાલે બંને દાવમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાને જીત તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

જયસ્વાલની શાનદાર અડધી સદી
કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટના અંતિમ દિવસે ભારતે બાંગ્લાદેશને સાત વિકેટથી મેચ જીતી હતી. . યશસ્વી જયસ્વાલે માત્ર 45 બોલમાં 8 ચોગ્ગ અને 1 છગ્ગો માર્યો હતો. આ રીતે યુવા ભારતીય ઓપનિંગ બેટ્સમેને ટેસ્ટ ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. આવું કરતાની સાથે તેણે પ્રથમ દાવમાં જ શાનદાર સદી ફટકારી દીધી છે. જયસ્વાલ એવો બીજો ભારતીય ક્રિકેટર બની ગયો છે કે જેણે બંને ઇનિંગ્સમાં 100થી વધુના સ્ટ્રાઇક રેટથી અડધી સદી ફટકારવાની મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચો: રણજી ટ્રોફીમાં રમી રહેલા ખેલાડીઓનો પગાર કેટલો હોય છે?

ભારતીય બેટ્સમેને બનાવેલા સૌથી વધુ રન
યશસ્વી જયસ્વાલ પાસે વર્ષ 2024માં 929 રન બનાવ્યા હતા. 23 વર્ષની ઉંમરમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં તે આવે છે. તેણે સુનીલ ગાવસ્કરનો 53 વર્ષ જૂનો રેકોર્ડ તોંડી નાંખ્યો છે. જયસ્વાલે વર્ષ 2023માં ડેબ્યૂ કર્યું હતું. આ વર્ષના પણ તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાન પર છે. પહેલા સ્થાનની વાત કરવામાં આવે તો રૂટ આવે છે અને બીજા સ્થાન પર કામેન્દુ મેન્ડિસ આવે છે.