January 3, 2025

કરાચી એરપોર્ટ નજીક વિસ્ફોટ, 2ના મોત અને 10 ઘાયલ

Pakistan: કરાચી એરપોર્ટ નજીક મોટો વિસ્ફોટ થયો હતો. અત્યાર સુધીમાં બે લોકોના મોત અને 10 ઘાયલ થવાના સમાચાર છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પણ આ વાતની પુષ્ટિ કરી છે. મૃતકો અને ઘાયલોની સંખ્યા વધી શકે છે. પાકિસ્તાની ન્યૂઝના અહેવાલ મુજબ, મોડી રાત્રે એરપોર્ટ નજીક એક જોરદાર વિસ્ફોટ સંભળાયો અને એરપોર્ટ નજીકના વિસ્તારમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને રસ્તા પર આગની જ્વાળાઓ પણ દેખાઈ રહી હતી.

BLA એ હુમલાની જવાબદારી લીધી આ દાવો કર્યો
પોલીસ અને પ્રાંતીય સરકારે કહ્યું કે એરપોર્ટની બહાર એક ટેન્કરમાં વિસ્ફોટ થયો. જે પાકિસ્તાનનો સૌથી ભયંકર વિસ્ફોટ છે. જિયો ન્યૂઝે પ્રાંતીય અધિકારીઓએ કહ્યું કે વિસ્ફોટનું સ્વરૂપ હજુ જાણી શકાયું નથી. પત્રકારોને ઈમેલ કરેલા નિવેદનમાં અલગતાવાદી આતંકવાદી જૂથ બલૂચ લિબરેશન આર્મી (બીએલએ) એ દાવો કર્યો છે કે વિસ્ફોટ તેમના દ્વારા એક વાહન બોર્ન ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ દ્વારા કરવામાં આવ્યો હતો. BLAએ દાવો કર્યો છે કે આ હુમલો કરાંચી એરપોર્ટથી આવતા ચીની એન્જિનિયરો અને રોકાણકારોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.

ઘાયલોમાં ઘણા પોલીસ અધિકારીઓ પણ સામેલ છે
બીજી તરફ આ હુમલા સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાં કારમાં જ્વાળાઓ જોવા મળે છે અને સ્થળ પરથી ધુમાડાના મોટા ગોટેગોટા નીકળતા જોવા મળે છે. સ્થાનિક અધિકારી અઝફર મહેસરે મીડિયાને જણાવ્યું કે એવું લાગી રહ્યું છે કે જાણે કોઈ ઓઈલ ટેન્કરમાં વિસ્ફોટ થયો હોય. અમે વિસ્ફોટની પ્રકૃતિ અને કારણની તપાસ કરી રહ્યા છીએ. ઘાયલોમાં કેટલાક પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. નાગરિક ઉડ્ડયન વિભાગમાં કામ કરતા રાહત હુસૈને જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો મોટો હતો કે તેનાથી એરપોર્ટની ઇમારતો હચમચી ઉઠી હતી.

આ પણ વાંચો: અમદાવાદની ભવન્સ કોલેજમાં યોજાયા દિવ્યાંગ લોકોનાં ગરબા

BLA શું છે?

BLA પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત બલૂચિસ્તાન પ્રાંતની સ્વતંત્રતા ઈચ્છે છે. જે અફઘાનિસ્તાન અને ઈરાનની સરહદે છે. ઓગસ્ટમાં તેણે પ્રાંતમાં સંકલિત હુમલા કર્યા હતા. જેમાં 70 થી વધુ લોકો માર્યા ગયા હતા. BLA ખાસ કરીને ચીનના હિતોને નિશાન બનાવે છે. ખાસ કરીને અરબી સમુદ્ર પરના ગ્વાદરનું વ્યૂહાત્મક બંદર. તેમનું માનવું છે કે આ પ્રોજેક્ટ દ્વારા અહીંના લોકોનું શોષણ થઈ રહ્યું છે અને પાકિસ્તાનની સાથે બેઈજિંગ પણ આમાં સામેલ છે. આ જ કારણ છે કે BLAએ આ વિસ્તારમાં કામ કરતા અનેક ચીની નાગરિકોને નિશાન બનાવ્યા છે. BLAએ કરાચીમાં બીજિંગના કોન્સ્યુલેટ પર પણ હુમલો કર્યો છે.