January 3, 2025

બાંગ્લાદેશની ટીમે ગ્વાલિયરમાં હોટલમાં નમાઝ અદા કરી

IND vs BAN T20I: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 સિરીઝની પહેલી મેચ 06 ઓક્ટોબર ગ્વાલિયરમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી. આ વચ્ચે એક ખુલાસો થયો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશની ટીમે નમાઝ માટે મસ્જિદમાં જવાની ના પાડી દીધી હતી અને હોટલમાં જ નમાઝ અદા કરી હતી. આવો જાણીએ સમગ્ર મામલો.

એક મીડિયામાં આપી માહિતી
ગ્વાલિયર ઝોનના મહાનિરીક્ષક અરવિંદ સક્સેનાએ એક મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે બાંગ્લાદેશની ટીમ શુક્રવારની નમાજ માટે મસ્જિદમાં ગઈ ના હતી. ખેલાડીઓએ હોટલમાં જ નમાજ અદા કરી હતી. મસ્જિદની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી એમ છતાં બાંગ્લાદેશની ટીમ આવી ન હતી. મહત્વની વાત એ છે હોટલથી મસ્જિદ 3 કિલોમીટર દૂર હતી. એમ છતાં ખેલાડીઓ હોટલમાં જ નમાજ અદા કરી હતી.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

પોલીસ અધિકારીએ આપી માહિતી
થોડા સમય પહેલા શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા હતા. આ પછી બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થવા લાગ્યો હોવાના અહેવાલો મળી ગયા હતા. તેના વિરોધમાં દક્ષિણપંથી સંગઠનોએ મેચના દિવસે ‘ગ્વાલિયર બંધ’નું એલાન આપ્યું હતું. જો કે તેને જોતા શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.પોલીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે મસ્જિદમાં ન જવાનો નિર્ણય ટીમના મેનેજમેન્ટ સ્તરે લેવામાં આવ્યો હતો. આ સાથે તેમણે એ વાતનો સ્વીકાર પણ કર્યો હતો કે શાહર કાઝી હોટલ પહોંચ્યા અને 1 થી 2:30 વચ્ચે બાંગ્લાદેશી ક્રિકેટરોને નમાઝ પઢાવી હતી. તમને જણાવી દઈએ કે ભારત-બાંગ્લાદેશ મેચના દિવસે રવિવારે ગ્વાલિયરમાં 2,500 પોલીસકર્મીઓ પહેલેથી જ તૈનાત કરવામાં આવ્યા હતા.