January 2, 2025

લખનઉમાં વિધાનસભાની બહાર એક વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ

Legislative Assembly in Lucknow: યુપીની રાજધાની લખનઉમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ વિધાનસભાની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન આ વ્યક્તિ લગભગ 50 ટકા દાઝી ગયો હતો. પોલીસે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. વ્યક્તિની ઓળખ મુન્ના વિશ્વકર્મા તરીકે થઈ છે.

શું છે સમગ્ર મામલો?
આજે બપોરે લગભગ 3:15 વાગ્યે, મુન્ના વિશ્વકર્મા (આશરે 40 વર્ષ) નામના વ્યક્તિએ હઝરતગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર વિધાનસભા માર્ગમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ એન્ટી ઈમોલેશન સ્કવોડે તાત્કાલિક કાર્યવાહી કરી તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં અંદાજે 50 ટકા બળી જવાની પુષ્ટિ થઈ છે.

મુન્ના વિશ્વકર્માનો બંગાળ ટેન્ટ હાઉસના રણજીત ચક્રવર્તી સાથે પૈસાની લેવડ-દેવડને લઈને વિવાદ થયો હતો, જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું. આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આલમબાગ પોલીસ સ્ટેશન દ્વારા પૂછપરછ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.