January 3, 2025

કિમ જોંગે દક્ષિણ કોરિયા અને અમેરિકાને આપી ધમકી, તબાહ કરવાની લીધી પ્રતિજ્ઞા

Kim Jong Un: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગને લઈને સમગ્ર વિશ્વમાં ફરી એકવાર ભયનો માહોલ સર્જાયો છે. પોતાના એક ભાષણમાં કિમ જોંગે ફરીથી પોતાના દુશ્મનો સામે વિનાશક પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની વાત કરી છે. કિમ જોંગે ચેતવણી આપી હતી કે તે દક્ષિણ કોરિયા અને અમેરિકા સામેની લડાઈમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે.

કિમ જોંગ અહીં જ નથી અટક્યા. તેમણે અમેરિકા અને દક્ષિણ કોરિયા પર તેને ઉશ્કેરવાનો અને કોરિયન દ્વીપકલ્પમાં દુશ્મની વધારવાનો આરોપ પણ લગાવ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે કિમ જોંગે વિનાશક હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી હોય, પરંતુ આ ધમકી એવા સમયે આવી છે જ્યારે અમેરિકામાં આવતા મહિને ચૂંટણી યોજાવાની છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ સમયે આ પ્રકારનું નિવેદન કરવાથી બંને દેશો વચ્ચે દુશ્મનાવટ વધુ વધી શકે છે.

યુનિવર્સિટી કેમ્પસમાંથી વિશ્વને ચોંકાવનારી વાત
ઉત્તર કોરિયાની કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી અનુસાર, કિમ જોંગે આ નિવેદન તેમના નામની યુનિવર્સિટીમાં આપ્યું છે. કિમ જોંગ ઉન યુનિવર્સિટી ઓફ નેશનલ ડિફેન્સમાં બોલતા તેમણે કહ્યું હતું કે જો ઉત્તર કોરિયા પર હુમલો કરવાનો પ્રયાસ કરશે તો ઉત્તર કોરિયા તેના દુશ્મનો સામે ખચકાટ વિના તેની તમામ આક્રમક ક્ષમતાઓનો ઉપયોગ કરશે.

આ પણ વાંચો: બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી, 3 હજાર લીટરથી વધુ તેલ જપ્ત

પરમાણુ યુદ્ધની તૈયારી
કિમે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના કોઈપણ હુમલાના જવાબમાં આપણે પરમાણુ જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું જોઈએ, કારણ કે દક્ષિણ કોરિયા અને યુએસ સંયુક્ત પરમાણુ અને વ્યૂહાત્મક આયોજનના આધારે તેમના સૈન્ય જોડાણને મજબૂત બનાવી રહ્યા છે. તેમના મતે આ પગલાથી કોરિયન ક્ષેત્રમાં શક્તિના સંતુલનને ખલેલ પહોંચાડવાનું જોખમ વધશે.

2022 માં આક્રમક પરમાણુ સિદ્ધાંત અપનાવ્યા પછી ઉત્તર કોરિયાએ વારંવાર પ્રતિજ્ઞા લીધી છે કે જો તેને કોઈ ખતરાનો અનુભવ થશે તો તે પહેલા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે.