January 3, 2025

અમદાવાદમાં રમાશે વનડે સિરીઝની મેચ, કરી મોટી જાહેરાત

India Women vs New Zealand Women: મહિલા T20 વર્લ્ડ કપ 2024 ખૂબ જ શાનદાર રમાઈ રહ્યો છે. ક્રિકેટ ચાહકોને મેચ રોજ રોમાંચક જોવા મળી રહી છે. બંને ટીમ વચ્ચે એક મેચ રમાઈ છે. પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 58 રને હાર આપી હતી. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ 20 ઓક્ટોબરના રમાવાની છે. એક અહેવાલ પ્રમાણે ન્યુઝીલેન્ડની મહિલા ટીમ ભારતના પ્રવાસે જવાની છે. આ સમયે તે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. આ મેચો 24, 27 અને 29 ઓક્ટોબરે રમાવાની છે. આ મેચો ICC મહિલા ODI ચેમ્પિયનશિપ 2022-25નો ભાગ છે.

અમદાવાદમાં રમાશે તમામ મેચ
ભારતીય મહિલા ટીમ અને ન્યુઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચે ગયા વર્ષના થવાની હતી. પરંતુ તે સમયે ભારતનું શેડ્યુલ વ્યસ્ત હોવાના કારણે રમાઈ ના હતી. તમને જણાવી દઈએ કે મહિલા વનડે વર્લ્ડ કપ 2025નું આયોજન ભારતની ધરતી પર થવાનું છે. ભારત યજમાન હોવાના કારણે ક્વોલિફાય થઈ ચૂક્યું છે. તેના માટે ટીમ ઈન્ડિયાએ અત્યારથી જ તૈયારીઓ કરવા માંગે છે. આ કારણોસર, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

ક્વોલિફાય કરી શકી નથી
વર્લ્ડ કપની ક્વોલિફિકેશન માટે ICC મહિલા ODI ચેમ્પિયનશિપનું આયોજન કરાશે. ન્યુઝીલેન્ડની ટીમ હજુ સુધી ક્વોલિફાય કરવામાં સફળ રહી નથી. આવી સ્થિતિમાં ભારતમાં યોજાનારી વન-ડે સિરીઝ ઘણી મહત્વપૂર્ણ છે. તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડની ટીમ 33 મેચ જીતવામાં સફળ રહી છે.