Kalpana Chawlaની આ વાત રહી ગઈ ‘કલ્પના’
કલ્પના ચાવલા પહેલીવાર અવકાશમાં પહોંચી ત્યારે દરેક ભારતીયને ગર્વની લાગણી અનુભૂતિ થઈ રહી હતી. કેટલાય વર્ષો વીતી ગયા એમ છતાં કલ્પના દેશની કરોડો મહિલાઓ માટે એક ઉદાહરણ છે. તેઓ ભારતીય મૂળની પ્રથમ અવકાશયાત્રી તરીકે ઓળખાય છે. આજે અમે તમને તેના જીવન સાથે જોડાયેલા ઘણા પાસાઓ વિશે જણાવીશું કે જે કદાચ તમે જાણતા નથી.
કલ્પના ચાવલાનું બાળપણ
ભારતીય મૂળના અવકાશ વૈજ્ઞાનિક કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ 1962ના રોજ થયો હતો. કલ્પના અંતરિક્ષમાં જનારી ભારતીય મૂળની પ્રથમ મહિલા તરીકે ઓળખાય છે. તેમના પિતાનું નામ બનારસી લાલ અને માતાનું નામ સંજ્યોતિ ચાવલા હતું. ઘરની સૌથી નાની કલ્પનાએ બાળપણથી જ સ્પેસ અને ફ્લાઈટનાં સપનાં જોવા માંડ્યાં હતાં. કલ્પનાએ તેનું શરૂઆતનું શિક્ષણ ટાગોર બાલ નિકેતન સિનિયર સેકન્ડરી સ્કૂલ કરનાલમાંથી પૂર્ણ કર્યું હતું. તેમને બાળપણથી જ વિજ્ઞાનમાં રસ હતો. જેના કારણે તેઓ ફ્લાઇટ એન્જિનિયર બનવા માટે પંજાબની એરોનોટિકલ એન્જિનિયરિંગ કૉલેજમાં જોડાયા હચા. તેમણે ઉચ્ચે શિક્ષણ માટે, કલ્પના ટેક્સાસ યુનિવર્સિટી ગઈ, જ્યાં તેમણે એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમએ કર્યું હતું.
આ પણ વાચો: ખોપડીમાં ટેકનોલોજી, જેવું વિચારશો એવું કામ થશે
નાસામાં મળી નોકરી
વર્ષ 1988માં કલ્પના ચાવલાને નાસાના એમ્સ રિસર્ચ સેન્ટરમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. વર્ષોની મહેનત બાદ રંગ લાવી હોય તેમ આખરે 1995માં અવકાશયાત્રી તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. આ વચ્ચે તેમણે ફ્રાંસના રહેવાસી જીન પિયર સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે કલ્પના ચાવલાએ એક નહીં પરંતુ બે વખત અવકાશની સફર કરી આવ્યા છે. કદાચ આ વાત બહુ ઓછા લોકોને ખબર હશે. પ્રથમ અવકાશની સફર 19 નવેમ્બર 1997 થી 5 ડિસેમ્બર 1997 સુધી ચાલી હતી. આ યાત્રા પૂર્ણ કરીને કલ્પનાએ દેશ માટે ઈતિહાસ રચી દીધો હતો.
કલ્પનાની બીજી અને છેલ્લી અવકાશ યાત્રા
આ પછી, 16 જાન્યુઆરી, 2003 ના રોજ, કલ્પનાએ તેની બીજી અને છેલ્લી અવકાશ યાત્રા શરૂ કરી હતી. આ બીજા મિશન દરમિયાન તેણે તેના સાથીદારો સાથે ઘણા પરીક્ષણો કર્યા. જો કે, 1 ફેબ્રુઆરીએ, મુસાફરી દરમિયાન પરત ફરતી વખતે, તેમનું શટલ અકસ્માતનું ભોગ બન્યું હતું, જેના પરિણામે કલ્પના ચાવલા સહિત 6 અવકાશયાત્રીઓ મોતને ભેટ્યા હતા. મૃત્યુના આટલા લાંબા સમય પછી પણ કલ્પના આજે પણ લોકોના હૃદયમાં જીવંત જોવા મળી રહી છે. અવકાશની વાત આવે એટલે સૌથી પહેલા કલ્પના જ યાદ આવે. કલ્પના મહિલાઓ માટે ઉત્તમ ઉદાહરણ છે.
આ પણ વાચો: Instagram તો શુ આ એપથી બનો અમીર…
કલ્પના ચાવલાએ કહી હતી 2 વાત
કલ્પના ચાવલાએ કહ્યું હતું કે, “તમારા જીવનમાં કંઈક એવું કરો જે તમને ખરેખર કરવાનું પસંદ હોય. જો તમે તેને માત્ર એક ધ્યેય તરીકે કરી રહ્યાં છો અને તે કરવાની પ્રક્રિયાનો આનંદ માણતા નથી, તો પછી તમે તમારી જાતને દગો આપી રહ્યા છો. કલ્પના ચાવલાએ પોતાની બીજી વાતમાં કહ્યું હતું કે, “સપનાથી સફળતા સુધીનો રસ્તો ચોક્કસ છે, પરંતુ શું તમને તે શોધવાની ઈચ્છા છે? શું તમારી પાસે તે પ્રાપ્ત કરવા માટે તે માર્ગ પર ચાલવાની હિંમત છે? શું તમે તમારા સપનાને સિદ્ધ કરવા માટે મક્કમ છો?”