October 10, 2024

દશેરાના 2 દિવસ પહેલા તંત્રની આંખ ખુલી, રાજ્યભરમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી

Dussehra 2024: તહેવારો એક પછી એક આવી રહ્યા છે. તહેવાર ઉપર લોકો અલગ અલગ પ્રકારની મીઠાઈ ઘરે લાવતા હોય છે. ત્યારે રાજ્યાના મોટા ભાગના વિસ્તારમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. સુરત અને વડોદરામાં આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે.

વડોદરામાં આરોગ્ય વિભાગની કાર્યવાહી
આરોગ્ય વિભાગે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ડ્રાયફ્રુટનું ચેકીંગ કર્યું હતું. હાથીખાના બજારમાં આરોગ્ય વિભાગએ કાર્યવાહી કરી હતી. પેકિંગ અને તેનું મટીરીયલનું ચેકીંગ કરાયું હતું. કાજુ, બદામ, અખરોટ, ખજૂર સહિતના ડ્રાયફ્રુટના સેમ્પલ લેવામાં આવ્યા હતા. શહેરના 8 ફૂડ ઓફિસર તપાસ કરી રહ્યા છે. દુકાનોમાં સ્વચ્છતા મુદ્દે અયોગ્ય જણાશે તો નોટિસ પણ ફટકારાશે.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી

સુરતમાં આરોગ્ય વિભાગની કાર્યવાહી
દશેરા પહેલા જ ફૂડ વિભાગે સુરતમાં ચેકિંગ શરૂ કર્યું છે. સુરતના 9 ઝોનમાં ફૂડ વિભાગની 18 ટીમો દ્વારા તપાસ કરવામાં આવી છે. દશેરાના દિવસે લોકો જલેબી અને ફાફડા આરોગતા હોય છે. જેના ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે સુરતમાં ચેકિંગ શરૂ કર્યું છે. સુરતમાં દુકાનો પરથી ફાફડા અને જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગે તેલની ગુણવત્તાની તપાસ કરી હતી.