December 26, 2024

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને હાઈકોર્ટમાંથી મળી રાહત

Shilpa Shetty Raj Kundra: શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને લઈને એક સમાચાર સામે આવ્યા છે. જેમાં મની લોન્ડરિંગ કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. આ કેસમાં બોમ્બે હાઈકોર્ટે દંપતીને વચગાળાની રાહત આપી છે. આ પહેલા શિલ્પા અને રાજે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. ED દ્વારા તેમને તેમના ઘર ખાલી કરવા માટે નોટિસ મોકલવામાં આવી હતી.

શિલ્પા-રાજને હાઈકોર્ટમાંથી રાહત મળી
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. આ મામલો પ્રકાશમાં આવ્યો બાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બોમ્બે હાઈકોર્ટમાં કહ્યું છે કે જ્યાં સુધી તેમની અપીલ પર અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી તે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને જારી કરવામાં આવેલી ઈવેક્શન નોટિસનો અમલ નહીં કરે. હવે આ કેસમાં બોમ્બે હાઈકોર્ટે દંપતીને વચગાળાની રાહત આપી છે.

શિલ્પા શેટ્ટી મની લોન્ડરિંગ કેસમાં નવું અપડેટ
વાસ્તવમાં 27 સપ્ટેમ્બરના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ શિલ્પા શેટ્ટી અને કુન્દ્રાને 10 દિવસની અંદર જુહુ, મુંબઈમાં તેમનું ઘર અને પુણેમાં એક ફાર્મ હાઉસ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. બંનેએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ પીકે ચવ્હાણની બેન્ચે ગુરુવારે આ કેસમાં પોતાનો ચુકાદો આપતાં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાને સ્ટે માટે અરજી કરવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચો: ગોવિંદા ત્રણ દિવસ પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, હાથ જોડીને કહ્યુ – હું તમારી કૃપાથી સુરક્ષિત

નોટિસ આપવામાં આવી હતી
એડવોકેટ પ્રશાંત પાટીલ દ્વારા દાખલ કરવામાં આવેલી તેમની અરજીમાં શિલ્પા અને રાજે 27 સપ્ટેમ્બરના રોજ ઇડી દ્વારા બહાર કાઢવાની નોટિસ જારી કરવાના “અર્થહીન, અવિચારી અને મનસ્વી કૃત્ય” સામે તેમના અને તેમના પરિવારના આશ્રયના અધિકારનું રક્ષણ કરવાની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે, કપલને તેમની મિલકતો – મુંબઈમાં રહેણાંક મકાન અને પુણેમાં ફાર્મ હાઉસ 10 દિવસમાં ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. રાજ અને શિલ્પાને 3 ઓક્ટોબરના રોજ ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી.