December 27, 2024

IPL 2025માં રોહિત શર્મા પર કરોડોનો વરસાદ થશે?

Rohit Sharma IPL Career: જેમ જેમ IPL મેગા ઓક્શન 2025 નો સમય નજીક આવી રહ્યો છે. તમામ ખેલાડીઓની ચર્ચાઓ વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને મુંબઈની ટીમને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ પહેલા રોહિતને હટાવીને હાર્દિકને ટીમની કમાન સોંપવામાં આવી હતી. હવે ગત સિઝનમાં હાર્દિકનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. જેના કારણે હવે હાર્દિકને ટીમની કમાન સોંપવામાં આવશે કે નહીં તે કહેવું મુશ્કેલ જોવા મળી રહ્યું છે. હવે મુંબઈની ટીમને લઈને હરભજન સિંહે હવે રોહિતના આઈપીએલ કરિયર વિશે કંઈક મોટું કહ્યું છે.

રોહિત શર્મા પર લાગી શકે છે મોટી બોલી
પૂર્વ ભારતીય ખેલાડી હરભજન સિંહનું માનવું છે કે રોહિત માટે મોટી બોલી લાગી શકે છે. એક મીડિયા સાથેની વાતમાં હરભજને કહ્યું, “મુંબઈ ઈન્ડિયન્સ રોહિતને જાળવી રાખે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. જો તે હરાજીમાં જશે તો ઘણી ટીમો રોહિતને ખરીદવા માટે બેસ્ટ પ્રયાસ કરશે.” હરભજને વધુમાં કહ્યું કે રોહિત એવો મહાન ખેલાડી છે કે જેણે મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત આઈપીએલમાં ટાઈટલ અપાવવામાં મદદ કરી છે. જો તેની ખરીદી કરવામાં આવે છો તેની મોટી બોલી લાગી શકે છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરાબ સીઝન
રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પાંચ વખત ટાઈટલ જીત્યા છે. ગઈ સિઝનમાં રોહિતને કેપ્ટનમાંથી હટાવવાથી મુંબઈની ટીમને ઘણું નુકસાન થયું હતું, રોહિતની જગ્યાએ હાર્દિકને કપ્તાની સોંપવાનો નિર્ણય આગળ જઈને ખોટો સાબિત થયો હતો. આ નિર્ણયના કારણે ક્રિકેટ ચાહકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. લોકો ઘણી વખત બૂમાબૂમ કરતા જોવા મળ્યા હતા. જેના વીડિયો પણ ઘણા વાયરલ થયા હતા.