October 24, 2024

લો બોલો… મફતમાં પાસ ન મળતા નગરસેવકોએ ભુજમાં ગરબીને ગણાવી “મુજરા હાઉસ”!

Bhuj: હાલ દેશભરમાં લોકો ધામધૂમથી નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ગરબીને લઈને ભુજ નગરસેવકનું વિવાદીત નિવેદન સામે આવતા વિવાદ સર્જાયો છે. ભુજની ધ વિલા કોમર્શિયલ ગરબીને ભુજ નગરસેવકે “મુજરા હાઉસ” ગણાવતા વિવાદ વકર્યો છે. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર ભુજમાં નગરસેવકોએ સેડાતા ખાતે આયોજિત ધ વીલા કોમર્શિયલ નવરાત્રીને “મુજરા હાઉસ” ગણાવતા વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે નવરાત્રિના આયોજકો દ્વારા પાલિકા પ્રમુખને આમત્રંણ ન અપાતા વિવાદ સર્જાયો છે. તેમજ પાલિકા પ્રમુખની અવગણના અને કાઉન્સિલરોને નવરાત્રિના પાસ ન મળતા રોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: રૂપાલ ગામ ખાતે નીકળી વરદાયિની માતાની પલ્લી, મોટી સંખ્યામાં ભક્તોએ લીધો દર્શનનો લ્હાવો

જેને લઈને પાલિકા પ્રમુખ અને નગરસેવકો દ્વારા વોટ્સઅપ ગ્રુપમાં અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. આ અંગે વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર નવરાત્રિના આયોજકો સાથે સંકળાયેલ કોન્ટ્રાક્ટરોના કાઉન્સિલરો દ્વારા વોટ્સઅપ ગ્રુપમાં સ્પષ્ટ નામોના ઉલ્લેખ કરાયો છે. તેમજ પાલિકાને સહયોગ ન આપતાં કોન્ટ્રાક્ટરો અને વેન્ડરને રવાના કરી દેવાની ચર્ચાઓ કરાઈ છે.