December 31, 2024

મગફળી ચાટ આ રીતે બનાવો, આ રહી મસ્ત રેસીપી

Mungfali Chaat Recipe: સાંજના સમયે કંઈને કઈ ખાવાનું મન થાય છે. પરંતુ એવું થાય છે કે શું ખાવું શું ખાવું. ત્યારે અમે તમારા માટે મસ્ત રેસીપી લઈને આવ્યા છીએ જે તમે કોઈ પણ સમયે ખાઈ શકો છો અને તેમાં તમને ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ મળે છે. આજે અમે તમારા માટે મગફળીની ચાટની રેસીપી લઈને આવ્યા છીએ. આવો જાણીએ કે કેવી રીતે બનાવશો મગફળી ચાટ.

મગફળી ચાટ માટેની સામગી
સૌથી પહેલા તમારે શેકેલી મગફળી લેવાની રહેશે. આ પછી તમારે તેમાં ડુંગળી, ટામેટા અને ચાટ મસાલો નાંખવાનો રહેશે. જો તમને ચીઝ પસંદ હોય તો તમે ચીઝને એડ કરી શકો છો. આ પછી તમારે દાડમના દાણા, મરી અને સ્વાદ પ્રમાણે કાળું મીઠું ઉમેરવાનું રહેશે.

આ પણ વાંચો: શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે બનાવો ઉપવાસમાં આ સ્મૂધીની રેસિપી

મગફળીની ચાટ કેવી રીતે બનાવવી?

  • સૌપ્રથમ તમારે ગેસ પર ઊંડો તવો હોય તેવો લેવાનો રહેશે. તેમાં તમારે મગફળી શેકવાની રહેશે. મગફળી ઉપરથી છાલ જતી રહે પછી તેને ક્રશ કરી દો. આ મગફળીને એવી રીતે ક્રશ કરો કે તેના ખાલી બે ટુકડા થાય.
  • હવે તમારે ડુંગળી અને ટામેટાને બારીક કાપી લેવાના રહેશે. આ પછી તમારે મરચું અને ચીઝના નાના ટુકડા કરીને નાંખવાના રહેશે. આ પછી તમારે લીંબુનો રસ નાંખવાનો રહેશે.
  • હવે આ મિશ્રણમાં તમારે દાડમના દાણા ઉમેરવાના રહેશે. કાળા મરી નાંખો અને સ્વાદ પ્રમાણે તમારી મીઠું ઉમેરવાનું રહેશે. આ પછી બધું મિક્સ કરી દો. તો તૈયાર છે મગફળી ચાટ.