October 18, 2024

અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટ સ્કેમ, સાયબર ક્રાઇમ બ્રાન્ચે કરી 4 તાઇવાનીઓની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિજીટલ અરેસ્ટ સ્કેમમાં 4 તાઇવાનીઓ ની ધરપકડ બાદ વધુ એક ઠગાઈ કરવાનું કૉલ સેન્ટર વિશાખાપટ્ટનથી પકડાયું. આરોપીની તપાસમાં અનેક ખુલાસા સામે આવ્યા છે. આ ઠગાઈનું એપી સેન્ટર સાઉથ પૂર્વ એશિયામા આખી ફ્રોડ ઇન્ડસ્ટ્રી બનાવી દીધી છે અને એક કે બે નહિ પરંતુ આવી 50 થી વધુ ગેંગ સક્રિય હોવાનુ સામે આવ્યું છે. પણ આ ગેંગ ના માસ્ટર માઇન્ડ ચાઈનામાં બેઠા છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ એરેસ્ટ કેસમાં 2 દિલ્હી થી અને 2 બેંગલોર થી મળી કુલ 4 તાઈવાનીઓ ની ધરપકડ કરી હતી અને જેમની તપાસ બાદ સામે આવ્યું કે વધુ એક કૉલ સેન્ટર વિશાખાપટ્ટનમમાં ચાલુ છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ એ વિશાખાપટ્ટનમ પોલીસને ઇનપુટ આપ્યા જેના આધારે ત્યાં પોલીસે રેડ કરી મોટું કૉલ સેન્ટર એટલે કે ડાર્ક રૂટ સેન્ટર પકડ્યું. જેમાં 7 આરોપી ધરપકડ કરી અને અંસખ્ય બેન્ક એકાઉન્ટની પાસબુક મળી આવી છે. જેથી સાયબર ક્રાઈમ દ્વારા આપેલી માહિતી આધારે વિશાખાપટ્ટનમ પોલીસે કાર્યવાહી કરી છે. જે આરોપી ટ્રાન્સફર વોરંટ થી પૂછપરછ કરવા અમદાવાદ લાવી શકે છે.

ત્યારે બીજી બાજુ ધરપકડ કરાયેલ મુ. સી સંગ ઉર્ફે માર્ક અગાઉ 4 વાર ભારત આવી ચૂક્યો છે ત્યારે વોન્ટેડ આરોપી સાઇમન ચેંગ અગાઉ માર્ક સાથે આવી ચૂક્યો છે. તપાસ માં સામે આવ્યું છે કે સાઉથ એશિયા માં આવી એક નહિ પરંતુ 50 ગેંગ સક્રિય છે અને જેમાં કસીનો માફીયાઓ પણ સામેલ છે. મહત્વ નું છે કે સાઉથ એશિયાથી આ બધું ઓપરેટ થાય છે પરંતુ ડાર્ક સેન્ટર કંબોડિયા, વિયતનામ,લાઓસ અને મ્યાનમાર માં છે અને જ્યાં પણ આમના લોકો કામ કરે છે. આ લોકો માત્ર ડિજિટલ અરેસ્ટ નહિ પરંતુ અલગ અલગ સ્કીમ જેમાં ઇન્વેસ્ટમેન્ટ,શેર માર્કેટ જેવા અનેક વસ્તુઓ ની લાલચ આપી રેકેટ ચલાવી રહ્યા છે.

પકડાયેલ ચારેય તાઇવાનની આરોપી સાયબર ક્રાઈમ ની પૂછપરછમાં પોપટની જેમ બોલી રહ્યા છે. અને તપાસ માં સામે આવ્યું છે કે આ લોકો 4 લેયર માં કામ કરે છે જેમાં જાહેરાત માટે અલગ ટીમ,એચ આર,ટેકનોલોજી અને કસ્ટમરટાઇજેસન અને એક ટીમ કે જે ભારત માં ડમી એકાઉન્ટ દ્વારા દુબઈ થી રૂપિયા મેળવીને USDTમાં બદલી દેશ બહાર રૂપિયા મોકલવા નું કામ કરતા હતા. આ ગેંગ ની તપાસ માં સામે આવ્યું છે કે આ લોકો જે લોકો ના ડમી એકાઉન્ટ મેળવતા તેનાં ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ પણ લઈ લેતા જેથી દુબઈ સહિત સાઉથ એશિયા મા રૂપિયા મેળવી ને આગળ પ્રોસેસ કરતા હતા. મહત્વનું છે કે સાઈબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ એ પકડાયેલા તાઇવાનની પૂછપરછ માટે તાઇવાન પોલીસની મદદ લીધી છે.

નોંધનીય છે કે ભારત માં એજન્ટ ની નિયુક્તિ માટે અલગ અલગ રીતે તપાસ કરતા કે તે વફાદાર છે કે કેમ અને ત્યાર બાદ તેની નિયુક્તિ કરતા હતા. અને તેમની સાથે વાત કરવા માટે ટેલીગ્રામ નો ઉપયોગ કરતા પેહલા જેમાં પોતાના નામ ખોટું બતાવતા હતા. હાલ સાયબર ક્રાઈમ એ તાઇવાન આરોપી પાસે થી મળેલી એક PPT ની તપાસ કરી રહી છે જેમાં એક SOP તૈયાર કરવામાં આવી છે. જેમાં ભારતીય નાગરિકો સાથે ઠગાઈ કરવા માટે કંઈ રીતે કોનો ઉપયોગ લઈ શક્ય. અને ક્યાં રાજ્યોમાં એજન્ટ તરીકે નિમણૂક કરી શકાય તેની આખી PPT બનાવી છે. હાલ 1000 થી વધુ લોકો ભોગ બન્યા હોવાનું પણ સામે આવ્યું છે. જેને લઇ આ રેકેટ ની તપાસ કરી રહ્યા છે.