October 18, 2024

હવામાન વિભાગની નવી આગાહી, 7 દિવસ પડશે વરસાદ!

અમદાવાદઃ હવામાન વિભાગની વરસાદને લઈને નવી આગાહી સામે આવી છે. આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાંની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, કન્વેક્ટિવ એક્ટિવિટીના કારણે જિલ્લાઓમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 25.4 નોંધાયું જે સામાન્ય કરતાં 4.5 ડિગ્રી વધુ છે.

કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમળ, દાદરા નગર હવેલીમાં પણ છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.