October 21, 2024

રાજકોટ વિદ્યાર્થીના આપઘાત મામલે શિક્ષણ મંત્રીનું નિવેદન – ખૂબ દુઃખદ ઘટના, તપાસ થશે

ઉનાઃ રાજકોટ જિલ્લાના ઉના તાલુકામાં આવેલા મોટાવડા ગામની શાળાના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. ત્યારે સ્યૂસાઇડ નોટ મળી આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેમાં તેણે શિક્ષકો પર ગંભીર આક્ષેપ કર્યા છે અને આ પ્રકારનું પગલું ભર્યું હોવાની વાત કહી છે. હવે આ મામલે શિક્ષણમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે.

શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ જણાવ્યુ છે કે, ‘જે ઘટના ઘટી છે, મારા ધ્યાન પર છે. જિલ્લા શિક્ષણાધિકારીને તપાસ કરવા સૂચન કર્યું છે. આ સમગ્ર ઘટના મામલે શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યું છે. આ ખૂબ દુઃખદ ઘટના છે. શિક્ષણ વિભાગ તરફથી આ મામલે તપાસ કરવામાં આવશે. દિકરો ગુમાવ્યો છે તે પરિવારને સાંત્વના આપીએ છીએ.’

શું હતો સમગ્ર મામલો?
ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થીએ શિક્ષકનાં દબાણના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરતા ખળભળાટ મચી ગયો છે. મોટવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત પહેલા વિડિયો બનાવ્યો હતો. વિદ્યાર્થીએ શિક્ષકનાં દબાણના કારણે આપઘાત કર્યો હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. જે બાદ પરિવાર સાથે સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી હતો. વાતની ગંભીરતાને લઈને શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે.