October 22, 2024

ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ માટે પુણેમાં પહોંચી, વીડિયો સામે આવ્યો

Indian Cricket Team: ભારતીય ટીમને ન્યુઝીલેન્ડ દ્વારા 8 વિકેટે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. બંને વચ્ચે બીજી ટેસ્ટ 24 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર વચ્ચે રમાવાની છે. આ ટીમ માટે ભારતીય ટીમ પુણે પહોંચી ગઈ છે. જેનો વીડિયો સામે આવ્યો છે.

બીસીસીઆઈએ વીડિયો શેર કર્યો
ન્યુઝીલેન્ડની ટીમ 3 ટેસ્ટ મેચની સિરીઝમા 1-0થી આગળ છે. બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર વચ્ચે રમાવાની છે. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, પુણેમાં બંને ટીમો સામસામે ટકરાવાની છે. બીસીસીઆઈએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે તે ભારતીય ટીમના ખેલાડીઓ બેંગ્લોરથી પુણે પહોંચી ગયા છે. આ વીડિયોમાં ફ્લાઈટની મુસાફરીથી લઈને પૂણે એરપોર્ટ સુધીની સફર બતાવવામાં આવી છે.

આ પણ વાંચો: હાર્યા બાદ પણ કેપ્ટન રોહિતે આ 2 ખેલાડીઓના કર્યા વખાણ

કારમી હારનો સામનો
કેએલ રાહુલ છેલ્લી કેટલીક મેચોમાં ટેસ્ટમાં સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયો છે. આમ છતાં રોહિત અને મુખ્ય કોચ તેને સતત તક આપી રહ્યા છે. છેલ્લી મેચમાં ભારતના બે-ત્રણ બેટ્સમેનો સિવાય તમામ ફ્લોપ સાબિત થયા હતા. હવે જોવાનું રહ્યું કે સિરીઝની છેલ્લી બે ટેસ્ટ મેચ કેએલ રાહુલ રમે છે કે નહીં. બીજી ટેસ્ટમાં તેને તક મળવાની શક્યતાઓ છે. પરંતુ આખરી નિર્ણય રોહિતનો છે. એટલે જોવાનુ રહ્યું કે રોહિત શું નિર્ણય લે છે.