December 26, 2024

તહેવાર દરમિયાન આ સ્કૂટર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, જાણો ખાસ ઓફર

Diwali Scooter Offers: તહેવાર ઉપર મોટા ભાગના લોકો વાહનથી લઈને સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. કારણ કે તહેવાર પર જ વિવિધ ડિસ્કાઉન્ટ અને અન્ય લાભો પણ મળે છે. ત્યારે દિવાળીના તહેવાર ઉપર સ્કૂટર પર મળી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જાણો આ સ્કૂટર ક્યું છે અને કેટલી ખાસ ઓફર મળી રહી છે.

તહેવારોની ઓફર્સની જાહેરાત
જો તમે તહેવારના સમયે સારું સ્કૂટર લેવાનું વિચારી રહ્યા છો તો દિવાળીના સમયમાં તમારા માટે બેસ્ટ સમય છે. દેશમાં ઘણી સ્કૂટર બ્રાન્ડ્સ ડિસ્કાઉન્ટ આપી રહી છે. Hero MotoCorp, TVS, Quantum Energy સહિતની ઘણી કંપનીઓ હજારો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. TVS મોટરે તેના ઇલેક્ટ્રિક સ્કૂટર iQube પર ઓફરની જાહેરાત કરી છે. કંપનીની પેમેન્ટ મેથડને તમે ફોલો કરો છો તો તમને તેના આધારે 10,000 રૂપિયા કે તેનાથી વધુ રુપિયાનો ફાયદો થઈ શકે છે. જો તમે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માંગો છો, તો તમે 31 ઓક્ટોબર 2024 સુધી ક્વોન્ટમ એનર્જી સ્કૂટર પર ભારે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

આ પણ વાંચો: કારની ડિજિટલ કીની મર્યાદા જાણો, મુશ્કેલી ઊભી કરી શકે છે

Hero અને Ather Energy સ્કૂટર પર પણ ઑફર્સ
Hero MotoCorp બ્રાન્ડ સાથે જાઓ છો, તો તમે તેના Pleasure Plus Xtec, Zoom, Destini Prime, Destini 125 Xtec મોડલ્સ પર રૂપિયા 5000 બચાવી શકો છો. હોન્ડા ટુ વ્હીલર્સ તેના લોકપ્રિય સ્કૂટર Honda Activa પર ₹ 5000 સુધીનું કેશબેક ઓફર કરી રહી છે.