January 3, 2025

પુણે ટેસ્ટમાં હાર બાદ ગૌતમ ‘ગંભીર’, ખેલાડીઓનો આરામ કર્યો હરામ

Team India Players: ભારતીય ક્રિકેટ ટીમને ન્યુઝીલેન્ડ સામે બે બેક ટુ બેક ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આવું પરિણામ કોઈએ નહીં વિચાર્યુ હોય. બેક ટુ બેક ટેસ્ટ મેચમાં હાર પછી ગૌતમ ગંભીરે મોટો નિર્ણય લીધો છે. આવો જાણીએ શું નિર્ણય લીધો છે ગૌતમ ગંભીરે.

કોઈને પણ છૂટ નહીં
ગંભીરે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવો ફરજિયાત બનાવી દીધો છે. જેમાંથી કોઈને પણ છૂટ અપાશે નહીં. ટીમ ઈન્ડિયા ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં હાર અને ભારતીય ક્રિકેટ ટીમને ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં 113 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ગંભીર એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. બીજી ટેસ્ટ મેચ પુણેમાં રમાઈ હતી અને છેલ્લી મેચ પણ હવે મુંબઈમાં રમાવાની છે.

આ પણ વાંચો: હાર્યા બાદ પણ કેપ્ટન રોહિતે આ 2 ખેલાડીઓના કર્યા વખાણ

બે દિવસનો બ્રેક આપ્યો
ભીર એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. તેણે કહી દીધું છે કે ખેલાડીઓએ કોઈપણ સંજોગોમાં આ નવા નિયમનું પાલન કરવાનું રહેશે. ખેલાડીઓ માટે બે દિવસનું ફરજિયાત પ્રેક્ટિસ સેશન રાખ્યું છે. જેમાં કોઈ પણ ખેલાડી નહીં આવે તો નહીં ચાલે. તમામ ખેલાડીએ હાજરી આપવી પડશે. રોહિત અને વિરાટ કોહલી દિગ્ગજ ખેલાડીઓએ પણ ભાગ લેવો પડશે. કારણ કે ઘણી વખત સતત મેચ રમાણી હોય તેના કારણે કેટલાક દિગ્ગજ ખેલાડીઓ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેતા નથી. પરંતુ સતત હારના કારણે ગંભીરે કંઈ દીધું છે કે તમામ ખેલાડી હાજરી આપવી ફરજિયાત છે.