January 3, 2025

પાલિતાણા ખાતે યજ્ઞ ભારતનું આયોજન, પૂર્વ સીએમ રૂપાણીએ આહુતિ આપી

ભાવનગર: આજે દેશભરમાં કાળી ચૌદસ અને દિવાળીનો બેવડો તહેવાર ઉજવાઇ રહ્યો છે. તિથીમાં ફેરફારને કારણે આજે કાળી ચૌદસ અને દિવાળીની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે ભાવનગરના પાલીતાણા ખાતે આજે કાળી ચૌદશને લઈને કાળ ભૈરવ મંદિર ખાતે યજ્ઞ ભારતનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, પાલિતાણા ખાતે રાષ્ટ્રીય કલ્યાણને લઈને કાળ ભૈરવ મંદિર ખાતે યજ્ઞ ભારતનું આયોજન કરવામાં આવ્યું છે. તો, આજે યોજાયેલા યજ્ઞ ભારતમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણીએ કાલભૈરવ મંદિર ખાતે હાજરી આપી હવનમાં આહુતિ આપી હતી.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાલભૈરવ મંદિર ખાતે હવનમાં આહુતિ આપીને દર્શન કર્યા હતા. તો સાથે સાથે, સાથે દિવાળી અને બેસતા વર્ષની ગુજરાતની સમગ્ર જનતાને શુભેચ્છાઓ પણ આપી હતી.