November 15, 2024

નવા વર્ષના રામ રામ ! વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી નવા વર્ષની શુભકામનાઓ

Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષ 2024ની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે આ તહેવારને આનંદ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક ગણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું, “નવા વર્ષની શુભકામનાઓ રામ રામ! આજથી શરૂ થતું આ નવું વર્ષ તમારા જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે. તમારું સ્વાસ્થ્ય સારું રહે અને આવનારા વર્ષમાં તમારા બધા સપના સાકાર થાય. દરરોજ નવી ઉર્જા આવે. અને સકારાત્મકતાથી ભરપૂર રહો.” તમને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!!

દેશભરમાં ધામધૂમથી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું છે કે નવા વર્ષના રામ રામ ! આજથી પ્રારંભ થતું આ નવું વર્ષ આપના જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે તથા આપનું આરોગ્ય નિરામય રહે એવી પ્રાર્થના. આગામી વર્ષમાં આપના બધા સપનાઓ સાકાર થાય તથા દરેક દિવસ નવી ઊર્જા અને સકારાત્મકતાથી ભરેલો રહે એવી અભ્યર્થના સાથે નવા વર્ષની અનેક અનેક શુભેચ્છાઓ…..!! ખાસ કરીને નવા વર્ષમાં લોકો એકબીજાના ઘરે જતા હોય છે અને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા હોય છે. નૂતન વર્ષાભિનંદન !

આ પણ વાંચો:‘પુલ ધરાશાયી, કાર તણાઈ…’ સ્પેનમાં પૂરે તબાહી મચાવી, અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના મોત