દિવાળીના તુરંત બાદ PM મોદીને મળ્યા CM યોગી, આ મુદ્દાઓ પર કરી ચર્ચા
CM Yogi Meet PM Modi: ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણીઓ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. રવિવારે 3 નવેમ્બરના રોજ સીએમ તઓગી પીએમ મોદીને મળવા રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી પહોંચ્યા, જ્યાં સાંજે 7 લોક કલ્યાણ માર્ગ પર બંને વચ્ચે મુલાકાત થઈ હતી. જાણવા મળી રહ્યું છે કે ભાજપના બંને વરિષ્ઠ નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી બેઠક ચાલી હતી.
પીએમ આવાસ પર PM મોદી- CM યોગી આદિત્યનાથની આ મુલાકાત ઘણા કારણોસર ખૂબ જ મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે. કારણ કે દિવાળી બાદ યુપીના સીએમ રાજ્યની બહાર આવ્યા હતા અને આ દરમિયાન તેઓ ભાજપના વરિષ્ઠ નેતાને મળ્યા હતા. રાજકીય વર્તુળોમાં તેને દિવાળીની ઔપચારિક સૌજન્ય ભેટ તરીકે પણ ગણાવવામાં આવી છે.
જો કે, ઉત્તર પ્રદેશમાં 9 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીઓ યોજવાની છે, જેના કારણે આ બેઠકનું રાજકીય મહત્વ પણ હોવાની શક્યતા છે. જે નવ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાય છે તેમાંથી પાંચ ભાજપની આગેવાની હેઠળના NDA અને ચાર સમાજવાદી પાર્ટી (SP) પાસે છે.
યોગી આદિત્યનાથે થોડા સમય પહેલા ચૂંટણી ભાષણ દરમિયાન કહ્યું હતું કે, “જો તમે ભાગલા પાડો છો, તો તમે વિભાજિત થઈ જશો.” તેમનું નિવેદન શેરીઓથી લઈને સોશિયલ મીડિયા પર વાઈરલ થયું, ત્યારબાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણ દરમિયાન કહ્યું કે એક છીએ તો સુરક્ષિત છીએ. જો કે, યુપીના પ્રયાગરાજમાં જાન્યુઆરી 2025માં યોજાનાર મહાકુંભ માટે નવો લોગો બહાર પાડવામાં આવ્યો છે, તેથી આ બેઠક તેના માટે પણ થઈ શકે છે.