સાંતેજ લૂટ કેસ: ચોરી માટે વપરાયેલ વાહનને કારણે આખી ગેંગ ઝડપાઇ ગઈ
મિહિર સોની, અમદાવાદ: સાંતેજમાં એક ફેકટરીમાં સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવીને રૂપિયા 46 લાખની લૂંટ વિથ ધાડ કેસનો ભેદ ઉકેલાયો. પોલીસે રાજસ્થાનના બે સગા ભાઈ સહિત પાંચ ધાડપાડુની ધરપકડ કરી લીધી છે. 13 જેટલા ધાડપાડું ફેક્ટરીમાં ધાડ પાડી હતી. પોલીસે લૂંટ કરવા ઉપયોગમાં લેવાયેલી વાહનના વ્હીલર માર્ક આધારે આરોપી સુધી પહોચ્યા.
સાંતેજ પોલીસે આરોપી કિશન યોગી તેનો ભાઈ ભરત યોગી, રતનનાથ યોગી, જોવા પદમાત અને જગુનાથ યોગીની લૂંટ વિથ ધાડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સાંતેજમાં આવેલી સુપર સિટી ફેકટરીમાં કોપર વાયરનાં મેન્યુફેકચરી ફેકટરી છે. જ્યાં 23 ઓક્ટોમ્બર નાં રોજ રાત્રીના સમયે 13 જેટલા ધાડ પાડું ગેંગ એ હથિયારો સાથે ફેકટરીમાં ધાડ પાડી અને ફેકટરીના બે સિક્યુરિટી ગાર્ડ ને હાથ પગ બાંધી ને બંધક બનાવી ને બે કલાક સુધી ગોંધી રાખ્યા.
જ્યાં ધાડ પાડું ગેંગ એ ફેકટરી માં રહેલ કોપર ના વાયર નાં બંડલ,એલ્યુમિનિયમ વાયર અને લોખંડ ના સ્પુલ મળી કુલ 42. 28 લાખ ની ધાડ કરી ફરાર થઈ ગયા હતા. આરોપીઓ ફેકટરી ના 10 થી વધુ સીસીટીવી તોડી ને ડીવીઆર પણ લઈ ગયા હતા. સાંતેજ પોલીસે ધાડ ને ધટના ને લઈ ને તપાસ શરૂ કરી અને જુદા જુદા વિસ્તારના 500 થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા આ દરમિયાન ધાડ પાડું એ ઉપયોગમાં લીધેલા આઇસર ટ્રક ના વ્હીલ માર્ક ના આધારે આરોપી સુધી પહોચ્યા. પોલીસે રાજસ્થાન ભીલવાડા નાં પાંચ આરોપી ધરપકડ કરી ને આઇસર ટ્રક અને લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધાડનો માસ્ટર માઈન્ડ બે સગા ભાઈ કિશન યોગી અને ભરતનાથ યોગી છે. જેમણે લૂંટ કરવાનો ફેકટરીમાં ષડયંત્ર રચ્યું હતું. અને રાજસ્થાન થી ધાડ કરવા માટે આરોપી ને બોલાવ્યા હતા. આરોપી કિશન યોગી ભંગાર નો ધંધો કરે છે અને તેને પીરાણા પાસે આવેલ કમોડ ગામ ગોડાઉન આવેલું છે. આ બન્ને સગા ભાઈઓ લૂંટ કરવા માટે એક આઇસર ટ્રક ભાડે લીધી હતી અને એક રાત્રિનું ભાડું 5 હજાર નક્કી કર્યું હતું. તેઓ આઇસર ટ્રક લઈ ને સુપર સિટી ફેકટરી માં પહોચ્યા હતા. જે કોપર અને એલ્યુમિનિયમ વાયર ની લૂંટ કરી કમોડ નાં ગોડાઉન ખાતે લઈ ગયા હતા.
જ્યાં તમામ મુદ્દામાલ બીજા વાહનમાં બદલીને ભાડે લીધેલ આઇસર પરત આપ્યું હતું. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે આરોપીએ આઈસરનું શેડ પણ બદલી નાખ્યો હતો. અલગ અલગ રૂટ બદલીને પહોચ્યા હતા. એટલું જ નહિ અંદરો અંદર મુસ્લિમ નામ ધારણ કરીને પોલીસને મુઝવણ મૂકી હતી. પરંતુ, પોલીસે આઇસર ગાડીનાં વ્હીલ માર્ક આધારે માલિક સુધી પહોચ્યા હતા. જે બાદ ધાડનાં માસ્ટર માઈન્ડ બન્ને ભાઈની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે આરોપીએ લૂંટ મુદ્દામાલ પણ એક સરખો ભાગ પાડી દીધો હતો.
સાંતેજ પોલીસે પાંચ ની ધરપકડ કરી રિમાન્ડ ની કાર્યવાહી હાથ ધરી છે. આ ધાડ ગેંગ માં રાજસ્થાન ગેંગ ઉપરાંત સ્થાનિક વ્યક્તિ એ ટીપ હોવાની આશંકા ને લઈ ને તપાસ શરૂ કરી છે. ફેકટરી માં કામ કરતા કારીગર અને પૂર્વ કારીગર ની પૂછપરછ શરૂ કરી છે સાથે જ વોન્ટેડ આરોપી ની શોધખોળ શરૂ કરી છે.