DCM ટ્રક અચાનક સામે આવતા ઓટો રીક્ષાએ કાબુ ગુમાવ્યો,10ના મોત અને પાંચ ઘાયલ
Hardoi Accident: હરદોઈ જિલ્લાના બિલગ્રામ કોતવાલી વિસ્તારમાં એક ટેમ્પો કાબૂ બહાર જઈને પલટી ગયો. આ અકસ્માતમાં 10 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે પાંચ ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી અનુસાર, રોશનપુર પાસે બિલ્હૌર-કટરા સ્ટેટ હાઈવે પર આ અકસ્માત થયો હતો. અહીં એકાએક ડીસીએમ ટ્રક દેખાતાં ટેમ્પો કાબૂ બહાર ગયો હતો અને પલટી ગયો હતો.
हरदोई
तेज़ रफ्तार DCM की टक्कर से CNG आटो में भिड़ंत
हादसे में CNG आटो पर सवार 7 की मौत #Accident #Hardoi #UttarPradesh pic.twitter.com/fIe5x2fWLT
— Amrit Vichar (@AmritVichar) November 6, 2024
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, રોશનપુર ગામ પાસે સામેથી આવી રહેલા ડીસીએમને કારણે ટેમ્પો કાબૂ બહાર ગયો હતો અને પલટી ગયો હતો. ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મોત થયા હતા.
મૃતકોમાં પાંચ મહિલાઓ, બે છોકરીઓ અને એક બાળકનો સમાવેશ
આ ઘટનામાં ટેમ્પોમાં સવાર પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકોમાં પાંચ મહિલાઓ, બે છોકરીઓ, એક બાળક અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. ઘાયલો અને મૃતદેહોને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર બિલગ્રામ મોકલવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ જિલ્લા મુખ્યાલયથી ઘટના સ્થળે રવાના થઈ ગયા છે. દરમિયાન ઘટના બાદ ડીસીએમનો ડ્રાઈવર અને હેલ્પર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસ મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
हरदोई में ऑटो और डीसीएम की भीषण टक्कर हो गई। हादसे में 10 लोगों की मौके पर ही मौत हो गई। कई घायल हैं। टक्कर इतनी तेज थी कि ऑटो की पूरी छत उड़ गई। अंदर बैठी सवारियां लाश बनकर सड़क पर बिखर गईं। तस्वीर भयावह है#Hardoi @Uppolice pic.twitter.com/B9iJ4Uld3R
— Arun (आज़ाद) Chahal 🇮🇳 (@arunchahalitv) November 6, 2024
સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું, અધિકારીઓને આપ્યા નિર્દેશ
સીએમ યોગીએ બિલગ્રામ વિસ્તારમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતની નોંધ લીધી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમજ અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર પહોંચવા અને ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.