ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ બે કર્મચારી ફરજમુક્ત, ITIના બે આચાર્ય ઘરભેગા
ગાંધીનગરઃ ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ બે કર્મચારીને કાયમી ફરજમુક્ત કરવામાં આવ્યા છે. ક્લાસ-1 અધિકારીઓને ઘરભેગા કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, શ્રમ અને રોજગાર વિભાગે પહેલીવાર બે ક્લાસ-વન ઓફિસરોને ઘરભેગા કર્યા છે.
શ્રમ અને રોજગાર વિભાગે બે ક્લાસ-વન ઓફિસરોને ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સબબ પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ આપતું નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું છે. જેમાં ITIના બે આચાર્યને ફરજમુક્ત કરવામાં આવ્યા છે. કાર્યવાહી હેઠળ ભીલોડા ITIના આચાર્ય ભરતકુમાર ધનાભાઈ રાવલને ફરજમુક્ત કર્યા છે. તો સુરત ITIના આચાર્ય હસમુખભાઈ નાનજીભાઈ કાકડિયાને કરાયા ફરજમુક્ત કરવામાં આવ્યા છે.