November 9, 2024

T20 વર્લ્ડકપ પછી ટીમ ઈન્ડિયા આજે સાઉથ આફ્રિકા સામે ટકરાશે, જાણો હેડ ટુ હેડ રેકોર્ડ

IND vs SA T20I Head to Head Stats: ભારતીય ક્રિકેટ ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા T20I સિરીઝમાં યજમાન દક્ષિણ આફ્રિકા સામે ટકરાવાની છે. 4 મેચની સિરીઝ આજથી શરૂ થવાની છે. આ મેચનું આયોજન 8 નવેમ્બરથી ડરબનમાં શરૂ થવાનું છે. ટીમ ઈન્ડિયાને જૂન મહિનામાં હાર મળી હતી તેનો બદલો લેવાનો મોકો ચોક્કસ મળશે.

આ ખેલાડી પર રહેશે બધાની નજર
ભારતીય ક્રિકેટ ટીમ માટે આ સિરીઝ ખૂબ મહત્વપૂર્ણ રહેવાની છે. આ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં અભિષેક શર્મા અને સંજુ સેમસન પર પણ બધાની નજર રહેશે. તિલક વર્મા પર નજર રહેશે. હવે જોવાનું રહેશે કે ટીમ ઈન્ડિયાનું આ સિરીઝમાં કેવું પ્રદર્શન રહેશે. જોકે ટીમ ઈન્ડિયા આ સિરીઝ જીતવાનો ચોક્કસ પ્રયત્ન કરશે. ત્યારે આવો જાણીએ દક્ષિણ આફ્રિકા સામે T20I માં ભારતીય ટીમનો રેકોર્ડ રહ્યો છે.

દક્ષિણ આફ્રિકા સામે T20I માં ભારતીય ટીમનો રેકોર્ડ
T20Iમાં સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમ હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરવામાં આવે તો ટીમ ઈન્ડિયોનો દબદબો જોવા મળ્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 27 T20I મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાની 15 મેચમાં જીત થઈ છે. દક્ષિણ આફ્રિકાની 11 વખત જીત થઈ છે. બંને ટીમો વચ્ચે છેલ્લો મુકાબલો T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં થયો હતો. જેમાં ટીમ ઈન્ડિયાએ જીત પ્રાપ્ત કરી હતી.

બંને ટીમો

ભારતીય ટીમઃ રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રમણદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વિજય. , અવેશ ખાન, યશ દયાલ.

દક્ષિણ આફ્રિકાની ટીમઃ રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, પેટ્રિક ક્રુગર, કેશવ મહારાજ, એઈડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ડોનોવન ફરેરા, ડેવિડ મિલર, મિહલાલી મ્પોન્ગવાના, નકાબા પીટર, રિયાન સિમેલોન અને લુઆન સિમેલોન. સિપામ (ત્રીજી અને ચોથી મેચ), ટ્રિસ્ટન સ્ટબ્સ.