November 8, 2024

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો લઘુમતી દરજ્જો યથાવત્, SCની બીજી બેન્ચ કરશે સુનાવણી

Aligarh Muslim University: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની 7 જજોની બેન્ચે આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી લઘુમતી સંસ્થા છે કે નહીં તે અંગે પોતાનો ચુકાદો આપ્યો હતો. મહત્વની વાત એ છે કે આજે CJI નિવૃત્ત થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે AMUના લઘુમતી દરજ્જાને યથાવત રાખ્યો છે. સાતમાંથી 4 ન્યાયાધીશોએ તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો તો 3 ન્યાયાધીશો તેની વિરુદ્ધમાં હતા.

ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડનો છેલ્લો નિર્ણય
આજે સુપ્રીમ કોર્ટની 7 જજની બેન્ચે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી લઘુમતી સંસ્થા છે કે નહીં તેને લઈને ચુકાદો આપ્યો હતો. મહત્વની વાત એ છે કે આજે CJI નિવૃત્ત થઈ રહ્યા છે. જેના કારણે આ તેનો છેલ્લા નિર્ણય હતો. ચંદ્રચુડે કહ્યું કે સવાલ એ હતો કે શૈક્ષણિક સંસ્થાને લઘુમતી શૈક્ષણિક સંસ્થા તરીકે ધ્યાનમાં લેવાના સંકેતો શું છે? શું કોઈ સંસ્થાને લઘુમતી શૈક્ષણિક સંસ્થા ગણવામાં આવશે જેને ધાર્મિક અથવા ભાષાકીય લઘુમતી સાથે જોડાયેલા વ્યક્તિ દ્વારા સ્થાપના કરવામાં આવી?

આ પણ વાંચો: પુણે ટેસ્ટમાં હાર બાદ ગૌતમ ‘ગંભીર’, ખેલાડીઓનો આરામ કર્યો હરામ

નિર્ણય અનામત રાખ્યો
હાઈકોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું કે AMU લઘુમતી સંસ્થા નથી. વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટની 3 જજની બેન્ચે આ કેસ 7 જજોની બેંચને સોંપ્યો હતો. 7 ન્યાયાધીશોની બંધારણીય બેંચે ભારતના બંધારણની કલમ 30 હેઠળ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઘુમતીનો દરજ્જો આપવા અંગે દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરી હતી. બાદમાં નિર્ણય અનામત રાખવામાં આવ્યો. કોર્ટે આ કેસની આઠ દિવસ સુધી સુનાવણી કરી હતી.