December 26, 2024

તહેવારો પછી પણ આ કારણે વાહનોનું વેચાણ થશે બમ્પર

Vehicle Sales: તહેવારની સિઝનમાં વાહનોનું બમ્પર વેચાણ થયું છે. જન્માષ્ટમીથી લઈને દિવાળી સુધી તહેવારની સિઝનમાં જોરદાર વાહનનું વેચાણ થયું છે. હવે આવનારા સમયમાં દેવ દિવાળી પછી લગ્નસરાની સિઝન શરૂ થવાની છે. જેના કારણે ઓટો કંપનીઓ ખુશ છે. મારુતિ ચાલુ નાણાકીય વર્ષમાં ચારથી પાંચ ટકા વૃદ્ધિ કરશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

નવા વાહનોનું સારું વેચાણ
જન્માષ્ટમી પછી નવરાત્રિ પછી દશેરા, ધનતેરસ અને દિવાળીમાં વાહનોનું બમ્પર વેચાણ થયું છે. તેનાથી ઓટો કંપનીઓને ન વેચાયેલી ઈન્વેન્ટરી ઘટાડવામાં મદદ મળી છે. તહેવાર પછી હવે લગ્નની સિઝન શરૂ થઈ રહી છે. લગ્નસરાની સિઝનમાં પણ વાહનોનું સારું વેચાણ થાય છે. મારુતિ સુઝુકી લગ્નની સિઝનમાં વેચાણની વૃદ્ધિમાં વધારો થશે. કંપનીના એક અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે . કંપનીએ ગયા મહિને 2,02,402 વાહનોનું વેચાણ કર્યું હતું. હવે જોવાનું રહ્યું કે આગામી મહિનામાં વેચાણની ગતિ જાળવી રાખવામાં સક્ષમ હશે કે નહીં.

આ પણ વાંચો: ધૂળવાળી કાર કે બાઈકની આ રીતે કરો સફાઈ, નવા જેવી લાગશે

પાંચ ટકા વૃદ્ધિનું અનુમાન
અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે આ વખતે નવેમ્બર મહિનામાં લગ્નની સંખ્યા વધુ છે. જેના કારણે પાંચ ટકા વૃદ્ધિનું અનુમાન છે. એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળામાં રિટેલ વેચાણના સંદર્ભમાં અમારી વૃદ્ધિ લગભગ ચાર ટકા રહી છે. એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળામાં રિટેલ વેચાણના સંદર્ભમાં અમારી વૃદ્ધિ લગભગ ચાર ટકા રહી છે. ઓક્ટોબરમાં વૃદ્ધિની વાત કરવામાં આવે તો અમારી વૃદ્ધિ 22.4 ટકા છે.