November 14, 2024

લાખો આઇફોન યુઝર્સ ખુશ, ફોન ચોરવો હવે અશક્ય

iPhone: લાખોની કિંમતની વસ્તુ જ્યારે આપણી પાસે હોય છે ત્યારે ચોક્કસ તેને ખોવાવાનો કે ચોરાવાનો ડર રહેતો હોય છે. તેની સાથે ફોનમાં રહેલા ડેટા ચોરાવવાનો પણ ડર રહેતો હોય છે. લાખો iPhone યુઝર્સ માટે એક ખાસ સુરક્ષા ફિચર આવી ગયું છે. જેમાં આ ફિચર ર આઇફોનને ડેટા ચોરીથી બચાવવામાં મદદ કરશે. થોડા જ સમય પહેલા તાજેતરમાં iOS 18.1 માં ઉમેરવામાં આવ્યું છે. જે કેટલાક વપરાશકર્તાઓને પ્રાપ્ત થઈ ગયું છે.

ફોન લાંબા સમય સુધી લૉક
આ ફીચર કેટલાક iPhone મોડલમાં હાલ આપવામાં આવ્યું છે. જો ફોન લાંબા સમય સુધી લૉક રહે છે તો આ સિક્યોરિટી ફીચર ડિવાઇસને ઑટોમૅટિક રીતે રિબૂટ કરવામાં મદદ કરે છે. જેના કારણે ફોનમાં રહેલી સિક્યુરિટીને બાયપાસ કરવી ખૂબ જ મુશ્કેલ કે પછી અઘરું બધી જતું હોય છે. એક રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે વારંવાર રીબૂટ થવાને કારણે તેને અનલોક કરવામાં સમસ્યા આવી હતી. જેના કારણે પોલીસ વિભાગને પણ આઈફોનની તપાસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: પુણે ટેસ્ટમાં હાર બાદ ગૌતમ ‘ગંભીર’, ખેલાડીઓનો આરામ કર્યો હરામ

ડેટા ચોરવો અસંભવ
આ સિક્યોરિટી ફિચરની મદદથી જો iPhone ચોરાઈ જાય તો પણ તે ખાલી બોક્સ બનીને રહી જશે. આ ફિચરને ફોનને અનલોક થવા દેશે નહીં. જેના કારણે એ વાત તો ખરી છે કે તમારા ફોનનો ડેટા ચોરાશે નહીં. જોકે અહિંયા આ વાત કોઈ નવી નથી કે iPhone સુરક્ષા ફિચર બહાર પાડ્યું હોય. આ પહેલા પણ આવા ઘણા ફિચર બહાર પાડ્યા છે જેમાં વપરાશકર્તાઓની સુરક્ષા જળવાઈ રહે.