November 23, 2024

ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

Team India: ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર જીત પ્રાપ્ત કરતાની સાથે નવો રેકોર્ડ બનાવી લીધો છે. જીત મળતાની સાથે ટીમ ઈન્ડિયા એક નવા ક્લબમાં જગ્યા બનાવી લીધી છે. આવું કરનારી ભારતીય ટીમ દુનિયાની બીજી ટીમ બની ગઈ છે.

ક્રિકેટના ઈતિહાસમાં માત્ર એક ટીમ જ કરી શકી
4 મેચોની T20I સિરીઝની ત્રીજી મેચ સેન્ચુરિયન, દક્ષિણ આફ્રિકામાં રમાણી હતી. આ મેચ ખૂબ ખાસ રહી હતી. લાસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ શાનદાર સદીના આધારે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. આ રીતે ટીમ ઈન્ડિયાની 4 મેચમાં 2-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે.

જે ટીમે ઘર બહાર સૌથી વધુ T20I મેચ જીતી છે
પાકિસ્તાન 203 મેચમાં 116 જીત્યું
ભારત- 152 મેચમાં 100 જીત
અફઘાનિસ્તાન 138 મેચમાં 84 જીત
ઓસ્ટ્રેલિયા 137 મેચમાં 71 જીત
ઈંગ્લેન્ડ 129 મેચમાં 67 જીત

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ
ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર જીતની સદી ફટકારી છે. વિદેશી ધરતી પર રમાયેલી 203 T20I મેચોમાંથી પાકિસ્તાને 116 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. જેમાં 78 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે હવે વિદેશી ધરતી પર રમાયેલી 152 મેચોમાં 100 જીત પ્રાપ્ત કરી હતી. અફઘાનિસ્તાનની ટીમે વિદેશની ધરતી પર સૌથી વધુ T20I મેચ જીતવાના મામલે ત્રીજા સ્થાન પર છે. ઈંગ્લેન્ડ ઘરઆંગણે 129 મેચમાં 67 જીત સાથે પાંચમા સ્થાન પર છે. ભારતીય ટીમની નજર હવે પાકિસ્તાનના રેકોર્ડ પર જોવા મળી રહી છે.