IND vs SA: જાણો ચોથી T20માં પીચ કેવી હશે
IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાર મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝમાં 3 મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયા આવનારી મેચ માટે સંપુર્ણ તૈયાર જોવા મળી રહી છે. જોહાનિસબર્ગ ભારતીય ટીમ માટે ખૂબ જ નસીબદાર છે. આવો જાણીએ કે આ મેચની પિચ કેવી રહેશે.
પીચ રિપોર્ટ
બંને ટીમો વચ્ચેની મેચ જોહાનિસબર્ગના વાન્ડરર્સમાં રમાશે. અહિંયાની પીચ બેટિંગ માટે સારી માનવામાં આવે છે. જે ટીમ લક્ષ્યાંકનો પીછો કરતી ટીમનું પ્રદર્શન પણ સારું જોવા મળે છે.જો વરસાદને કારણે મેદાનમાં ભેજ વધે છે તો બોલિંગ સાઇડને ફાયદો થાય છે. જોકે આ મેચ દરમિયાન વરસાદની કોઈ સંભાવનાઓ નથી. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આકાશ સ્વચ્છ રહેવાની સંભાવના છે.
આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ
આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા મજબૂત જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ જોહાનિસબર્ગમાં ઘણો સારો જોવા મળ્યો છે. ટીમ ઈન્ડિયાની આ મેદાનમાં પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયાની 4 મેચમાં જીત અને 1 મેચમાં હાર થઈ છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ આ જ મેદાન પર 2007નો T20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.