જૂનાગઢ આયુષ હોસ્પિટલ આવી વિવાદમાં… હૃદયની જગ્યાએ મહિલાના મગજની કરી સારવાર
Junagadh: જૂનાગઢની આયુષ હોસ્પિટલ વિવાદમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એક મહિલાની હૃદયની સારવારને બદલે મગજનું સારવાર કરી નાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વેરાવળના મહિલાના પરિવારજનો દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલતા ચાલતા આવેલા વૃધ્ધા અચાનક કોમામાં સરી પડતા પરિવારજનોએ હોબાળો કર્યો છે.
મળતી માહિતી અનુસાર જૂનાગઢની આયુષ હોસ્પિટલમાં મહિલાની ખોટી રીતે સારવાર કરવા પર પરિવારજનોએ હોબાળો કર્યો હતો. જોકે, હોબાળો કરતા હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા ઓપરેશન ચાર્જ લેવાનો ઇન્કાર કરાયો હતો અને પોતાની ભૂલ છૂપાવવા પરિવાર માટે રહેવા જમવાની સુવિધા પણ કરી આપી. તેમજ મહિલાને ICUમાં રાખવા છતાં ડોક્ટરો દ્વારા પરિસ્થિતિની જાણ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર સફાળું જાગ્યું, હોસ્પિટલોને મેડિકલ કેમ્પ ન કરવા આપ્યા આદેશ
આ માલે દર્દીના પરિવારજનોના આક્ષેપ સામે આયુષ હોસ્પિટલના ડો. ચિરાગ માકડીયાએ ખુલાસો કર્યો છે કે દર્દીના પરિવારજનોના આક્ષેપ પાયાવિહોણા છે. દર્દીની હાલત નાજુક હતી, નિયમિત રીતે સારવારની માહિતી પરિવારજનોને આપવામાં આવી છે. દર્દી બ્રેનડેડ અવસ્થામાં છે છતાં ટ્રીટમેન્ટ ચાલુ જ છે. દર્દીના પરિવારજનો પાસે પૈસા ન હોવાથી રાહત આપી છે. પરિવારજનોએ તબીબ સાથે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કર્યા છે.