November 17, 2024

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ, મામા-ભાણેજ વચ્ચે ખરાખરીનો મુકાબલો

Rajkot Election: રાજકોટ નાગરિક બેંકની આજે ચૂંટણી ચાલી રહી છે. સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 8 વાગ્યાથી જ મતદારો મત આપવા માટે આવી રહ્યા છે. જેમાં રાજકોટમાં સવારે 10 વાગ્યા સુધીમાં કુલ 60 % મતદાન થયું છે.

આ પણ વાંચો: રવિ સિઝનમાં ભાવનગરમાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર શરૂ

28 વર્ષ બાદ નાગરિક બેંકની ચૂંટણી
સવારે 8 વાગ્યાથી જ મતદારો મત આપવા માટે આવી રહ્યા છે. સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચે ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે. સંઘના ભૌયાજી સહિતના ઉચ્ચ આગેવાનોએ બંને પક્ષે સમાધાનના પ્રયત્નો કર્યા હતા. પરંતુ સંઘના આગેવાનોના પ્રયત્નો નિષ્ફળ જતા ચૂંટણી યોજવાની ફરજ પડી હતી. તમને જણાવી દઈએ આ ચૂંટણી 28 વર્ષ બાદ થઈ રહી છે. રાજકોટની સાથે અમદાવાદ મુંબઇ સહિતના મતદાન મથકોએ મતદાન ચાલી રહ્યું છે. સંસ્કાર પેનલ દ્વારા નાગરિક બેંક પર કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ કરવામાં આવ્યો છે. જ્યારે સહકાર પેનલે આ તમામ આરોપોને નકાર્યા છે અને સહકાર પેનલે પોતાની જીતનો દાવો કર્યો છે.