ગીર સોમનાથને સ્વચ્છ બનાવવાની કામગીરીની શરૂઆત, પ્રથમ દિવસે જ કલેકટરે અધિકારીઓનો લીધો ઉધડો
Gir Somnath: ગીર સોમનાથ જિલ્લા મથકને સ્વચ્છ બનાવવા નક્કર કામગીરી કરવામાં આવે તેના માટે જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં પાલિકા તંત્ર દ્વારા આજથી કામગીરી શરુ કરવામાં આવી. જિલ્લા કલેકટર 8 દિવસ સુધી શહેરના 11 વોર્ડની મુલાકાત લેશે. સતત 3 મહિના સુધી આ કામગીરી ચાલશે ત્યારે આજરોજ પ્રથમ દિવસે જ કલેકટરે અધિકારીઓનો જાહેરમાં ઉધડો લીધો.
દુકાનની બહાર દબાણો કરી બેઠા
ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળને ચોખ્ખુ ચણાક બનાવવા માટેની ઝુંબેશ જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં શરૂ કરવામાં આવી છે. આજથી સતત 8 દિવસ સુધી જિલ્લા કલેકટર ડી. ડી. જાડેજા શહેરના તમામ 11 વોર્ડની મુલાકાત લઈ સાફસફાઈ, નાના મોટા દબાણો,ઢોર સહિતની બાબતોનો તાગ મેળવી કાયમી શહેર સ્વચ્છ રહે તે માટે સૂચનો આપી કામગીરી કરાવનાર છે. પ્રથમ દિવસે કલેકટરે શહેરના વોર્ડ નં.7 ની મુલાકાત લઈ દુકાન ધારકો જે પોતાની દુકાનની બહાર દબાણો કરી બેઠા છે તેમને તાત્કાલિક હટાવવા સૂચના આપી હતી. અધિકારીઓનો પણ જાહેરમાં કલકેટરે ઉધડો લઈ ચોક્કસ કામગીરી કરવા જણાવ્યું છે.
આ પણ વાંચો: ICC Champions Trophy 2025: BCCIએ પાકિસ્તાનની માંગ નકારી કાઢી, આવ્યો નવો વળાંક
ઢોરને પકડવાની કામગીરી
કામગીરીના પ્રથમ દિવસે પાલિકા પ્રમુખ,નગરસેવકો સહિત મોટી સંખ્યામાં સફાઈ કર્મચારી જોડાયા હતા. લારી ગલ્લા ધારકોને પણ જે ફૂટપાથ નિશ્ચિત કરવામાં આવ્યો છે. તેની મર્યાદામાં જ પોતાની લારી કે રેકડી રાખવા પાલિકાના નગરસેવકો દ્વારા અનુરોધ કરાયો હતો આ સિવાય સફાઈ અને રખડતા ઢોરને પકડવાની કામગીરી પણ કરવામાં આવી. દરેક લોકો સ્વેચ્ચિક સફાઈ રાખે અને પોતાનો કચરો ડોર ટુ ડોર વાન આવે છે. તેમાં જ ઠાલવે તેવો પણ પાલિકા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.