ચેમ્પિયન્સ ટ્રોફી પર આજે આવી શકે છે નિર્ણય, જય શાહ કરશે બેઠક
ICC Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પર છેલ્લા ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. BCCI તેના નિર્ણય પર અડગ છે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય. હવે હવે ચેમ્પિયન્સ ટ્રોફીનો અંતિમ આજે આવી શકે છે. ICCના નવા અધ્યક્ષ જય શાહની આજે બેઠક યોજાવાની છે, જેમાં આ નિર્ણય લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો: મંત્રી કે ધારાસભ્યને પેટ્રોલ અને ડીઝલના કેટલા પૈસા મળે છે?
તમામ ક્રિકેટ બોર્ડ ભાગ લઈ શકશે
ICCના નવા અધ્યક્ષ જય શાહ આજે બેઠક કરવાના છે. જેમાં તમામ ક્રિકેટ બોર્ડ ભાગ લઈ શકે છે. જય શાહ ICCના અધ્યક્ષ બન્યા પછી તેમની પહેલી બેઠક હશે. જોકે આજની બેઠકમાં ચેમ્પિયન્સ ટ્રોફી અંગે નિર્ણય લેવામાં આવશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. પરંતુ નિર્ણય આજના દિવસે આવી શકે છે. આજની મીટિંગથી ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ તૈયાર કરવામાં આવી શકે છે. જોકે આ વિશે સત્તાવાર માહિતી કોઈ પણ સામે આવી નથી.