Realmeનો આવી રહ્યો છે અદભૂત ફોન, આ તારીખથી થશે વેચાણ
Realme 14x ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં આવી રહ્યો છે. જેનું વેચાણ 18 ડિસેમ્બરથી થઈ શકે છે. જોકે આ ફોનને લઈને કંપની તરફથી કોઈ પણ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. આવો જાણીએ કે આ ફોનમાં કેવા આવશે ફિચર.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી પર આજે આવી શકે છે નિર્ણય, જય શાહ કરશે બેઠક
ભારતમાં વધુ એક સસ્તો ફોન
Realme ટૂંક સમયમાં વધુ એક ફોન લોન્ચ કરશે. જેમાં IP69 રેટિંગ અને 6000mAh બેટરી આવશે. આ ફોનમાં તમને 3 કલર મળી રહેશે. આ Realme 12xનું અપગ્રેડ મોડલ હશે. એક મીડિયાના અહેવાલ પ્રમાણે આ ફોનમાં 6.67 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આ ફોનમાં 6GB RAM + 128GB, 8GB RAM + 128GB અને 8GB RAM + 256GB સ્ટોરેજ વિકલ્પોમાં લાવી શકાય છે. Realme GT Neo 7 પણ આવતા અઠવાડિયે 11 ડિસેમ્બરે ચીનના બજારમાં લોન્ચ થવાનો છે.