December 19, 2024

એકનાથ શિંદેએ ડેપ્યુટી CM તરીકે શપથ લીધા, પણ ‘મહારાષ્ટ્રમાં પિક્ચર અભી બાકી હૈ!’

Eknath Shinde Takes Oath As Deputy CM: આજે મહારાષ્ટ્રમાં ભવ્ય ઉજવણી વચ્ચે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં નવી મહાયુતિ સરકારની રચના કરવામાં આવી હતી. એકનાથ શિંદે છેલ્લી ઘડીએ ડેપ્યુટી સીએમ પદ સંભાળવાનો નિર્ણય લીધો હતો. તેમણે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે હોદ્દા અને ગુપ્તતાના શપથ પણ લીધા હતા, પરંતુ એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં પિક્ચર અભી બાકી હૈ!.

મંત્રાલયોની વહેંચણીનો મુદ્દો હજુ ઉકેલાયો નથી. સૂત્રોનું માનીએ તો જો મુંબઈમાં મામલો નહીં ઉકેલાય તો મામલો દિલ્હી પહોંચશે. કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે ગૃહ મંત્રાલય ઈચ્છે છે પરંતુ ભાજપ તેને છોડવા તૈયાર નથી. શિવસેનાની દલીલ છે કે જ્યારે એકનાથ શિંદે સીએમ હતા ત્યારે ગૃહ મંત્રાલય દેવેન્દ્ર ફડણવીસ પાસે હતું. તેવી જ રીતે હવે શિંદે ડેપ્યુટી સીએમ છે તો તેમને ગૃહ મંત્રાલય મળવું જોઈએ.

અજિત પવારના કેટલાક વિભાગો પર શિંદે જૂથની નજર!
સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવારે પણ NCP માટે મોટા મંત્રાલયોની માંગણી કરી છે. આ અંગે પણ આગામી સમયમાં નિર્ણય લેવાનો છે. શિંદે જૂથ અજિત પવારના કેટલાક વિભાગો પર નજર રાખી રહ્યું છે, આવી સ્થિતિમાં શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ એકનાથ શિંદેને નારાજ કરવા માંગતી નથી.