December 28, 2024

BZ ગ્રુપમાં નવો ખુલાસો, શાળામાં પ્રચાર કર્યાનો વીડિયો વાયરલ

અરવલ્લીઃ બીઝેડ ગ્રુપને લઈને દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલાં જ શિક્ષકો ભોગ બન્યા હોવાની વાત સામે આવી હતી. ત્યારે એમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે.

શિક્ષકો સુધી પહોંચવા માટે શાળામાં અનેક નુસખા અપનાવવામાં આવતા હતા. શિક્ષકો પણ બીઝેડ ગ્રુપ બ્લેક બોર્ડ પર લખીને પ્રચાર કરતા હતા. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, શાળામાં શિક્ષિકાએ બ્લેકબોર્ડ પર બીઝેડ લખ્યું છે. આ વીડિયો માલપુરના વણઝરીયા અને ગોવિંદપુરા ગામની પ્રાથમિક શાળાનો હોવાનું સામે આવ્યું છે. શાળાના શિક્ષકે અંતમાં ગ્રુપને સરાહના કરતો પત્ર લખી આપ્યો હતો. શિક્ષકોના બચત મૂડી સુધી પહોંચવા બીઝેડ ગ્રુપના એજન્ટોએ યેનકેન પ્રયાસ કર્યા હતા.