વિજ્ઞાન જાથાએ ભૂવાને ભે કરાવી દીધું, બે હાથ જોડી માફી માગી
Rajkot Crime: પડધરી ગામ ખાતે ધતિંગ લીલા કરતા ભુવાનો પર્દાફાશ થયો છે. વિજ્ઞાન જાથાએ ફરિયાદને આધારે પોલીસને સાથે રાખી ભુવાને રંગે હાથ પકડ્યો હોવાનું સામે આવ્યું છે. આ ભુવો દોરા-ધાગા કરી, દાણા પીવડાવી મજબુરને ભ્રમિત કરતો હતો.
ભુવાએ પોલીસ સમક્ષ માફી માગી
પડધરી તાલુકાના ખામટા ગામે હકા દેવા સાનિયા નામનો ભૂવો ઝડપાયો છે. રૂપિયા મેળવી દાણાને ઉલટાવી સુલટાવી મહિલાને શોષણ માટે ધકેલતો હતો. આ તમામ કાર્ય કરવા માટે તે રૂપિયા બે હજારથી પચાસ હજારની ફી વસુલતો હતો. લોટના પૂતળા, ઉતાર કરવો, લીંબુ-મરચા, જેવી વિધિ કરાવતો હતો. ભુવાએ પોલીસ સમક્ષ માફી માગી કહ્યું આજથી દોરા ધાગા બંધ કરી લોકોને ભ્રમિત નહિ કરું.
આ પણ વાંચો: અમરેલી જિલ્લામાં 11 મુન્નાભાઈની નકલી પ્રેક્ટિસ, રિયાલિટી ચેકમાં મોટો પર્દાફાશ