વધુ એક નરાધમ શિક્ષકની કાળી કરતૂત, ધોરણ-4માં અભ્યાસ કરતી બાળકી સાથે કર્યું ન કરવાનું…
Bhavnagar: ભાવનગરના ઘોઘાના લાખણકા ગામે સ્કૂલમાં ધો. 4ની બાળકી પર અડપલાનો મામલો સામે આવ્યો છે. ધોરણ 4ની બાળકી પર અડપલા કરવા મામલે લંપટ શિક્ષકની ધરપકડ કરવામાં આવી રહી છે. શિક્ષક લાઠિયા રમેશ મનસુખભાઈએ અડપલાં કરતા ગ્રામજનો રોષે ભરાયાં હતાં. જોકે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ભાવનગરમાં વધુ એક લંપટ શિક્ષકે બાળકી સાથે અડપલા કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. લાઠિયા રમેશ મનસુખભાઈ નામના શિક્ષકે ધોરણ-4માં અભ્યાસ કરતી બાળકીના અડપલા કર્યા હતા. જને લઈને ગ્રામજનો રોષે ભરાયા છે. આ મામલે હાલ ઘોઘા પોલીસ FIR ન લેતા ગામ લોકો ભાવનગર ડીએસપી ઓફિસ પોહચ્યાં હતા. જોકે, હવે લાઠિયા રમેશ મનસુખભાઈ નામના શિક્ષકની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: મારું સર્વર… લેપટોપ-સ્માર્ટફોન હેક કરવામાં આવ્યું, સામ પિત્રોડાએ લગાવ્યા મોટા આરોપ