December 19, 2024

લો બોલો… આશા વર્કર 2 વર્ષથી ગેરહાજર, છતાં પણ ચૂકવવામાં આવી રહ્યો છે પગાર

ગીર ગઢડા: ગેરહાજર શિક્ષકોના કૌભાંડ બાદ હવે ગેરહાજર આશા વર્કરને 2 વર્ષ પગાર ચૂકવવાનું કૌભાંડ સામે આવ્યું છે. ગીર ગઢડાના હરમડિયા ગામે છેલ્લા બે વર્ષથી ગેરહાજર આશા વર્કરને પગાર ચૂકવવામાં આવતો હોવાની વાત સામે આવી છે. 2022 બાદ આશા વર્કરના લગ્ન થતા નવસારી જતા રહ્યા હતા. છતાં પણ તેમને પગાર ચૂકવવામાં આવતો હતો. જોકે, આ અંગેની ફરિયાદ આરોગ્ય વિભાગના ઉચ્ચ વિભાગને થતાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: નરોડામાં માતા-પુત્ર આપઘાત મામલો, પોલીસે કરી પતિ, સસરા અને સાસુની ધરપકડ

મળતી માહિતી અનુસાર ગીર ગઢડા તાલુકાના PHC સેન્ટરમાં 2022માં આશા વર્કર ફરજ બજાવતા હતા. જોકે, 2022 બાદ આશા વર્કરના લગ્ન થતા સુરત જિલ્લાના નવસારી ગામે ચાલ્યા ગયા હતા. નવસારી ચાલ્યા ગયા બાદ પણ સરકારી રેકોર્ડ પર તેમની હાજરી બોલતી રહી અને પગાર ચૂકવવામાં આવતો હતો. જે અંગેની ફરિયાદ આરોગ્ય વિભાગના ઉચ્ચ વિભાગને થતાં આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ આ કૌભાંડનું ભીનું સંકેલી લેવાના પ્રયાસો થઈ રહ્યા છે તેવી લોક મુખે ચર્ચા પણ થઈ રહી છે.