December 12, 2024

પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાનું નિધન, 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

Karnataka: પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાનું નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસએમ કૃષ્ણાએ 10 ડિસેમ્બરના રોજ મોડી રાતે 2.30 વાગ્યે બેંગલુરુના સદાશિવનગરમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. એસએમ કૃષ્ણાને તાજેતરમાં જ ઉંમર સંબંધિત બીમારીને કારણે બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જોકે બાદમાં તેમની તબિયત વધુ લથડી હતી.

એસએમ કૃષ્ણાનો જન્મ 1 મે, 1932ના રોજ કર્ણાટકના માંડ્યા જિલ્લાના મદ્દુર તાલુકાના સોમનહલ્લી ગામમાં થયો હતો. તેમનું આખું નામ સોમનહલ્લી મલય કૃષ્ણ છે. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ હત્તુરમાં, માધ્યમિક શિક્ષણ શ્રી રામકૃષ્ણ વિદ્યાશાળા, મૈસૂરમાંથી, મૈસુરની મહારાજા કૉલેજમાંથી સ્નાતક અને યુનિવર્સિટી લૉ કૉલેજમાંથી કાયદાની ડિગ્રી પૂર્ણ કરી. તેઓ ડલ્લાસ, ટેક્સાસ, યુએસની સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટી અને વોશિંગ્ટન ડીસીમાં જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી લો સ્કૂલમાંથી પણ સ્નાતક થયા.

 

આ પણ વાંચો: પોલીસ-પ્રશાસન સામે ખેડૂતો ઝૂક્યા, દિલ્હી કૂચ પર લગાવવામાં આવી બ્રેક