January 7, 2025

પરવાનગી સિવાય કોઈએ અંદર આવવું નહીં, પોરબંદર બાંધકામ કચેરીમાં લાગ્યા બોર્ડ

Porbandar News: પોરબંદર પાલિકામાં અનેક અરજદારો આવતા હોય છે અને માહિતીઓ મેળવતા હોય છે. પરંતુ હાલમાં જ બાંધકામ કચેરીમાં અસામાજિક તત્વ દ્વારા મોટા માથાઓની મિલકતોના કાગળના ફોટા પાડ્યા હોવાથી પોરબંદર પાલિકા એક્શન મોડમાં આવી છે. બાંધકામ કચેરીમાં પરવાનગી સિવાય અંદર નહીં આવવાનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ધો.12ની બોર્ડની પરીક્ષાની તારીખમાં કરાયો મોટો ફેરફાર, આ રહ્યું નવું સમયપત્રક

પરવાનગી સિવાય કોઈએ અંદર આવવું નહીં
પોરબંદર પાલિકા ફરી એક વાર અસામાજિક તત્વના કારણે વિવાદમાં આવી છે, હાલ પાલિકાએ બાંધકામ કચેરીમાં “પરવાનગી સિવાય કોઈએ અંદર આવવું નહીં” નું બોર્ડ લગાવ્યું છે. હાલતો પોરબંદર પાલિકાના અધિકારીઓ CCTVના આધારે તપાસ કરી રહ્યા છે. કેટલા લોકો સરકારી કાગળોના ફોટો પાડવાના કાંડમાં સામેલ છે. તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, આવનારા સમયમાં પાલિકા અધિકારી પોલીસ ફરિયાદ કરે છે કે નહીં તે જોવાનું રહ્યું.