December 12, 2024

સવાણી ગ્રુપ 111 દીકરીઓના વિવાહ કરાવશે, 2 મુસ્લિમ દીકરી પણ ફેરા લેશે

PP Savani Group: હજારો દીકરીઓના ‘પાલક પિતા’ એટલે મહેશ સવાણી. જેને મોટા ભાગના તમામ લોકો જાણતા હશે. મહેશ સવાણી 12 વર્ષથી તે 5000 જેટલી દીકરીઓના લગ્ન કરાવીને પાલક પિતા બન્યા છે. ફરી આ વર્ષના સુરતમાં પી પી સવાણી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવશે. 111 પિતા વિહોણી દીકરીઓના લગ્નોત્સવનું આયોજન કરાશે. આ સમયે CM ભુપેન્દ્ર પટેલ, બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ ઉપસ્થિત રહેશે. તેમની સાથે કથાકાર મોરારી બાપુ પણ લગ્નોત્સવમાં હાજરી આપશે.

આ પણ વાંચો: હર્ષ સંઘવીએ કહ્યું કે ભૂપેન્દ્ર પટેલનો દંડો લવ જેહાદ માટે વાગ્યો છે

2 મુસ્લિમ દીકરીઓના લગ્ન થશે
લગ્નોત્સવમાં બે મુકબધીર, બે દિવ્યાંગ અને 2 મુસ્લિમ દીકરીઓના લગ્ન કરવામાં આવશે. મહારાષ્ટ્ર, બંગાળ અને ઉત્તર પ્રદેશની વિવિધ 39 જ્ઞાતિની કન્યાઓ લગ્નોત્સવમાં નવજીવનના ફેરા ફરશે. 50000 મહેમાનોને તુલસીના છોડ અર્પણ કરવામાં આવશે. લગ્ન બાદ દીકરી અને જમાઈને કુલ્લુ મનાલીની હનીમૂન ટ્રીપ અપાશે. 370 ફુટ લાબું તોરણ પણ લગ્નોત્સવમાં એક રેકોર્ડ બનશે.