ડી ગુકેશે 2024 FIDE વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી, બન્યો સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન
D Gukesh Becomes Youngest World Champion: વિશ્વ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. ભારતીય ચેસ પ્લેયર ડી ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. ગુકેશ ડીએ ચીનના ડીંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. ભારતના 18 વર્ષના ગ્રાન્ડમાસ્ટર ગુકેશે 14મી અને અંતિમ મેચમાં ચીનના ડીંગ લિરેનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું. વિશ્વનાથન આનંદ બાદ ગુકેશ પણ આ પ્રતિષ્ઠિત ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ગુકેશ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યો નહીં અને તેની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. આ વર્ષની શરૂઆતમાં કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ જીત્યા બાદ ગુકેશ વિશ્વ ખિતાબ માટે પડકાર ફેંકનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.
THE EMOTIONS…!!! 🥹❤️
– 18 Year Old Gukesh Dommaraju creating history by becoming the youngest ever champion. 🇮🇳 pic.twitter.com/LVkA8JMKM1
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2024
ચીનના ડીંગ લિરેનનું સપનું તૂટી ગયું
આ પખવાડિયા લાંબી વિશ્વ ચેસ ટૂર્નામેન્ટ દરમિયાન, ગુકેશ શાનદાર રીતે રમ્યો અને ઘણી વખત પાછળ પડ્યા બાદ શાનદાર પુનરાગમન કર્યું. અંતે તેણે 14મી ગેમ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ચીનનો લિરેન 2023માં રશિયાના ઇયાન નેપોમ્નિયાચી સામેની અસ્થિર મેચ જીતીને વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો, પરંતુ આ વખતે ગુકેશ તેનું સપનું તોડી નાખ્યું.
🇮🇳 GUKESH D WINS THE 2024 FIDE WORLD CHAMPIONSHIP! 👏 🔥#DingGukesh pic.twitter.com/aFNt2RO3UK
— International Chess Federation (@FIDE_chess) December 12, 2024
ગુકેશ પહેલા, રશિયન દિગ્ગજ ગેરી કાસ્પારોવ 1985માં એનાટોલી કાર્પોવને હરાવીને 22 વર્ષની ઉંમરે ખિતાબ જીત્યો ત્યારે સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો હતો. આ વર્ષની શરૂઆતમાં કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ જીત્યા બાદ ગુકેશ વિશ્વ ખિતાબ માટે સૌથી યુવા ચેલેન્જર તરીકે મેચમાં પ્રવેશ્યો હતો. સુપ્રસિદ્ધ વિશ્વનાથન આનંદ પછી આ ખિતાબ જીતનાર તે બીજા ભારતીય છે. પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન આનંદે છેલ્લે 2013માં આ ખિતાબ જીત્યો હતો.
વર્લ્ડ ચેમ્પિયનશિપ મેચમાં ગુકેશની સફર ગયા વર્ષે ડિસેમ્બરમાં શરૂ થઈ હતી જ્યારે તેણે ચેન્નાઈ ગ્રાન્ડમાસ્ટર ટૂર્નામેન્ટ જીતીને કેન્ડિડેટ્સ ટૂર્નામેન્ટમાં જગ્યા બનાવી હતી. કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટમાં ફેબિયાનો કારુઆના અને હિકારુ નાકામુરાની અમેરિકન જોડી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી પરંતુ ગુકેશે બધાને હરાવીને કેન્ડીડેટ્સ ટુર્નામેન્ટ જીતીને ચેસ જગતમાં તોફાન મચાવ્યું હતું અને આર પ્રજ્ઞાનંદાનો પણ તેમાં સમાવેશ થયો હતો.