નકલી માર્કશીટથી યુનિ.માં પ્રવેશ મેળવવાનું કૌભાંડ આવ્યું સામે
Veer Narmad South Gujarat University: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટ લઈ પ્રવેશ મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે. અન્ય રાજ્યના બોર્ડની બોગસ માર્કશીટથી યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં યુનિવર્સિટીમાં 62 વિદ્યાર્થીઓએ બોગસ પ્રવેશ મેળવ્યા હતા.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર ઝોનની FRCએ ખાનગી શાળાઓની ફી ઘટાડતા શાળા સંચાલક મંડળમાં રોષ
પોલીસ ફરિયાદ કરવા સુધીની તૈયારી
યુનિવર્સિટી દ્વારા ત્રણ વર્ષમાં 62ના પ્રવેશ રદ કર્યા હતા. મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટથી પ્રવેશ મેળવ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ એમબીબીએસ સહિત વકીલના પણ અભ્યાસ પૂર્ણ કર્યા છે. યુનિવર્સિટીએ તમામ ડોક્યુમેન્ટની ખરાઈ કરતા નકલી માર્કશીટથી પ્રવેશ મેળવવાનું રેકેટ સામે આવ્યું છે. એક વિદ્યાર્થી તો એમબીબીએસના બે વર્ષ ભણી લીધા બાદ ત્રીજા વર્ષે ઝડપાયો છે. એક વિદ્યાર્થીએ પ્રવેશ રદ ના થાય તે માટે તમિલનાડુ બોર્ડના નામે યુનિવર્સિટીને ફેક લેટર પણ મોકલ્યો હતો. વિદ્યાર્થીએ એલએલબીનો અભ્યાસ પણ પૂર્ણ કરી લીધો હતો અને યુનિવર્સિટીને જાણકારી મળી હતી. આવા વિદ્યાર્થીઓનું પરિણામ પણ યુનિવર્સિટીએ રદ ગણાવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ કરવા સુધીની તૈયારી શરૂ કરી છે.