“એક દેશ, એક ચૂંટણી” પર બ્રિજ ભૂષણ શરણ સિંહે કોંગ્રેસ પર લગાવ્યો આરોપ
Brij Bhushan Sharan Singh: ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ સાંસદ અને WFIના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે ‘વન નેશન વન ઈલેક્શન’ પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આઝાદી બાદ દેશમાં એક સાથે ચૂંટણી થતી હતી. પરંતુ પછીથી તેને દૂર કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: શું 1 જાન્યુઆરીથી મેગી મોંઘી થઈ જશે?
#WATCH | Ayodhya, UP: On One Nation One Election, BJP MP Brijbhushan Sharan Singh says, "Since independence, simultaneous elections have been held in the country, but later it was removed. Congress misused Article 356 the most and elected governments were toppled… PM Modi and… pic.twitter.com/i6bPVpbtsi
— ANI (@ANI) December 15, 2024
નિર્ણય દેશના હિતમાં લેવામાં આવ્યો
બ્રિજ ભૂષણ શરણ સિંહે ‘વન નેશન વન ઈલેક્શન’ પર કહ્યું કે કલમ 356નો સૌથી વધુ દુરુપયોગ કોંગ્રેસે કર્યો છે. ઘણી ચૂંટાયેલી સરકારો પણ તોડી પાડવામાં આવી હતી. નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના નિર્ણયનું બ્રિજ ભૂષણે સમર્થન કર્યું હતું. આ નિર્ણય દેશના હિત માટે લેવામાં આવ્યો છે. દર સમયે થનારી ચૂંટણીઓથી વિકાસના કાર્યમાં અવરોધ ઊભો કરે છે. તેનું નુકસાન દેશને થાય છે. કેન્દ્ર સરકાર 16 ડિસેમ્બરે લોકસભામાં એક દેશ, એક ચૂંટણી સંબંધિત બે બિલ રજૂ કરશે.